SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૮ ] કમીશન કે ભાગીદારીની આવક સુધી હું આગળ વધી શકયા. તેમાં પૂર્વજન્મની પુન્યાઈ, પુરૂષાર્થ, પ્રયત્ન, નીતિ, અનુકુળ સંચાગા અને સૌની મારા પ્રત્યેની મીઠી નજર—આ બધા તત્ત્વાના ફાળેા હતા. મીલ–અનુભવ શાપુરજી મીલ, મથરાદાસ મીલ, પ્રેસીડેન્સી(હીરજી) મીલ, અમદાવાદની કેલીકા, જ્યુબિલી, અસારવા અને ગેારધન મીલ્સ, ન્યુ સ્વદેશી, લાલ મીલ, અને માણેકચાક મીટ્સ, મુબઈની ખટાઉ અને શ્રીરામ મીસ અને છેલ્લે છેલ્લે અમદાવાદની જ્યુપીટર અને જયભારત મીસ, આટલી મીલેાનુ કામ કરવાની તક મને મળી હતી. દરેક ઠેકાણે એક નિષ્ઠાથી તમન્નાપૂર્વક કામ કર્યું છે. દરેક મીલની કમાણી, કાર્તિ અને પ્રગતિમાં મેં યથામતિ, યથાશક્તિ ફાળા આપ્યા છે. હજી પણ દરેક મીલવાળાના હૃદયમાં મારૂ સ્થાન છે. અને તે જ મારે આત્મસાષ છે. સને ૧૯૩૮ સુધી મીલેા સાથે મેં કામ કર્યું. પરંતુ આખી જિંદગી પરાધીનપણે રહેવાની કે ભાગ્યને બાંધી રાખવાની ઇચ્છા પ્રથમથી જ નહેાતી. એટલે સને ૧૯૩૪ થી જ ભાઇઓને કાપડના ધંધાની સ્વતંત્ર ધંધાની શરૂઆત કરાવેલ હતી. ૧૯૩૮ની સાલમાં મે નિશ્ચય કર્યો કે હવે મીલેાના કામને છેડી દેવું અને કુટુંબના કાપડના ધંધાને જ ખીલવવામાં લક્ષ આપવુ. મહેન્દ્ર એન્ડ કુાંના નામથી મુ ંબઈમાં કામકાજ ચાલતુ હતું; તે ખીલવ્યું. અમદાવાદ અને કલકત્તામાં પણ તે જ નામે નવા ભાગીદારા સાથે કામકાજ શરૂ કર્યા. લડાઈના સમય હતેા. એટલે યથાશક્તિ કમાયા. ધંધા ઘણા વિકસાવ્યા, કામધંધા અને વેપાર કરાડાના કર્યો. અને જેમ જેમ કમાયા તેમ તેમ જનહિત માટે વાપર્યું... પણ સંતાષપૂર્વક. સારી સ્થિતિ હાય તે વખતે જે માણસ દાનકાર્યાં ન કરે તેા તેના જેવા કાઈ ખીજો કજીસ કે કંગાળ ન ગણાય. લડાઈનુ ધન સૌને સદાય માટે ટકી રહેતું નથી. સમયને અને ધનના જેટલા સદુપયોગ પેાતાના હાથે થાય તેટલા તેના આત્મસ ંતાય અને આનંદ મરણુસમય પર્યંત રહ્યા કરે છે. જેમ ધંધાનો બાજી બહુ પાથરી હતી
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy