SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધીનતા, શાંતિ અને સુખ જ [૨૩૫ ] (૧૨) સ્વાધીનતા, શાંતિ અને સુખ * પ રાધીન સ્વને પણ સુખી નહિ” આ અનુભવી ગીતાર્થ ધ પુરૂષનું આપ્તવચન સત્ય છે. પોતાની મરજી પ્રમાણે રહેવું, કરવું અને જીવવું એ ઈચ્છા પ્રાણીમાત્રમાં સ્વભાવથી હેય છે. પરંતુ જીવવા માટે અનેક પ્રકારના પ્રયને ફરજિયાત કરવા પડે છે. પુરૂષાર્થ વિના ખોરાક, નિવાસ, રક્ષણ કે આરામ મળી શકતા નથી. કોઈને પુરૂષાર્થ પામરતામાં પરિણમે છે. જેને પુરૂષાર્થ પ્રબળ અને પ્રખર હોય છે તે સત્તાના સ્થાને ચઢી બીજાના ઉપર આધિપત્ય કે સરસાઈ મેળવી જીવન જીવે છે, કુદરતનો આ ક્રમ છે; નિયમ છે. બધામાં સર્વ પ્રકારની અને પુરતા પ્રમાણની શક્તિ હોતી નથી. તે ત્રુટિ પૂરવા માટે નબળાને સબળાને સાથે કે સહાય મેળવવા પડે છે. તેને માટે તેણે તાબેદારી ઉઠાવવી પડે છે; શરીર, શ્રમ, બુદ્ધિ કે "શક્તિ વેચવા પડે છે; અને પરાધીનતા સ્વીકારવી પડે છે. પ્રેમ કે ભ્રાતૃભાવની પરાધીનતા મીઠ્ઠી લાગે છે, પરંતુ ગુલામી કે ગરજની પરાધીનતા ઘણી વખત કાંટાની જેમ ખૂંચે છે. પણ પ્રાણી માત્ર સંજોગ અને ભાગ્યને આધીન છે. આજકાલ દુનિયામાં બેકદરદાન શેઠીયાઓ વધુ હોય છે અને સ્વાથી, લુચ્ચા અને દુષ્ટ માલેકે પણ વધુ હોય છે. તેઓ ઓછું આપી વધુ કામ લેવાની અને ગરજવાનને હંમેશા દબાયેલે રાખવાની વૃત્તિવાળા હોય છે. કદર ન કરે અથવા પુરતું ન આપે તો કાંઈ નહિ, પણ ભાષા સારી વાપરે અને વર્તન પ્રેમભર્યું રાખે તો પણ ગરજવાન નકર કે મજૂરને ગુલામી ન સાલે કે દુઃખ ન થાય. બુદ્ધિમાનેની ચૂસણનીતિ કે વાર્થપરાયણતાએ જ દુનિયામાં દુઃખના ડુંગરે ખડક્યા છે અને માનવજાતમાં રાક્ષસી ભાવનાને ઉત્પન્ન કરી છે. પહેલે ગુન્હ ઉપલા વગે કર્યો છે. તેના પરિણામ અને પ્રતિકારરૂપે ગુલાએ સંગઠન સાધી સંયુક્ત મેર
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy