SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ કોધવશ ધમધો ! [૨૧] તૈયાર ન હોય. ૧૨. પૈસા ગુમાવ્યા હોય કે બીજું કાંઈ નુકશાન થયું હોય. ૧૩. શરીરને દુ:ખ કે દર્દ થતું હોય. ૧૪. બીજું કોઈ પાપનું કામ કરતા હોય, કોઈને દુઃખ દેતા હોય કે મારજૂડ કરતા હોય. ૧૫. આગ, ચોરી, હુલ્લડ, મારામારી ખૂન કે લડાઈને પ્રસંગે હેય. આવા અનેક પ્રસંગે આવતા હોય છે. બધી બાબત બધા પ્રસંગે આપણી ઈચ્છા મુજબ આપણને અનુકૂળ હોય તે મુજબ બની શકે નહિ; કેમકે બધા આપણને આધીન થાય નહિ અને તેના ઉપર આપણી સત્તા કે અધિકાર ચાલે નહિ. એટલે આપણા માટે સારામાં સારે અને સહેલામાં સહેલે ઉપાય એ છે કે આવા ક્રોધ થવાના પ્રસંગે આપણે નીચે મુજબ જ્ઞાનદષ્ટિએ વિચાર કરવો કોણ! મારી સત્તા કે અધિકાર કેટલો ! મારી શક્તિ કેટલી ! કેાઈ કદાચ મને નુકશાન કરે, કડવું વચન કહે, મારી ઈચ્છા પ્રમાણે ન વરતે, મને જોઈતી વસ્તુ ન મળે તે પણ મારે ક્રોધ શા માટે કરે ? ક્રોધ કરવાથી જોઈતી વસ્તુ મળતી નથી, ધાર્યું થતું નથી કે ગયું પાછું આવતું નથી. તો પછી વિના કારણ ક્રોધ કરીને મારા શરીરને અને મનને દુ:ખ આપી મનની શાંતિ અને પ્રસન્નતા શા માટે ગુમાવવી ? એક તે ગુમાવ્યું અને બીજુ વધુ ક્રોધ કરીને ગુમાવવું તેમાં કયું ડહાપણ છે? વળી ધર્મદષ્ટિએ પણ જે વિચારીએ તે પણ સમજાશે કે જન્મતી વખતે હું કાંઈ સાથે લાવ્યા નથી અને મરણ સમયે કશું સાથે લઈ જવાને નથી. પુણ્ય કે પાપ જે પૂર્વભવના હતા તે જ સાથે લાવ્યો હતો અને તે મુજબ જીવન ભોગવ્યું. આ જીવનમાં શા માટે વધુ પાપકર્મ કરવાં કે જેથી હવે પછીના ભાવમાં તે બધાં ભોગવવાં પડે? ઈચ્છા એ પાપનું પ્રથમ પગથીયું છે; મોહ અને મમતા એ બીજું પગથીયું છે. ઈચ્છા ન કરીએ અને મેહમમત્વ ન રાખીએ તે સંસારમાં સુખ અને શાંતિ જ મળે છે. પણ જે ઈચ્છાને તાબે થઈએ અને મેહમમતાના કેદી બનીએ તે તેના પરિ. ણામે અનેક કષાયો (મનની મલીન ભાવનાઓ) ઉત્પન્ન થાય છે;
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy