SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧ ] ભણાવવાને મને શેખ હતે. આનાથી મને લાભ એ થશે કે સારા સારા કુટુંબ સાથે મારે એવો નિકટને સંબંધ બંધાયે કે આજે પણ તે સંબંધ જળવાઈ રહ્યો છે. શ્રી ભોગીલાલ મોહનલાલ ઝવેરીની બંને પુત્રીઓ અને એક પુત્ર, શ્રી ભાઈચંદભાઈ નગીનદાસ ઝવેરીને ભત્રીજે, શેઠ રેવાશંકર જગજીવન ઝવેરીના પુત્ર શ્રી ધીરજલાલ, શેઠ તુલસીદાસ ખીમજીના પુત્રો શ્રી કરશનદાસ તથા શ્રી નારણદાસ–આ બધાને હું ભણાવવા જતો. તેમાંથી મને માસિક રૂ. ૧૦૦ થી ૧૧૦ની આવક થતી એટલે મારે બધો ખર્ચ કાઢતાં હું બચત કરી શકતા. મુ. દાદાજીએ મને રૂ. ૫૦૦ તથા મારા લઘુબંધુ મહૂમ જયંતિલાલને મુંબઈ ગ્રાન્ડ મેડીકલ કોલેજમાં એમ. બી. બી. એસ.ને અભ્યાસ કરવા માટે રૂ. ૫૦૦ એમ કુલ રૂ, ૧૦૦૦ ની રકમ અમને બંને ભાઈઓને ભણવા માટે આપેલી. પિતે તે ગુજરાતી ત્રણ ચોપડી ભણેલા હતા અને માત્ર નેકરી કરતા હતા. અમારા લગ્નખર્ચમાં પણ તેમણે મોટો ટેકે આપેલ હતો. આવા ભડવીર, શૂરવીર અને ઉદાર દિલના દાદાજી ગાંધી મોતીલાલ ગગલને ચરણે અમે અમારી ઉન્નતિને યશ સમર્પણ કરીએ છીએ. મુ. શેઠશ્રી નત્તમદાસ ભાણજીને ત્યાં રહી મેં બી. એ. સુધીને અભ્યાસ પૂરો કર્યો. મારી જેમ બીજા પણ તેમના સ્નેહી સંબંધીઓના પાંચ સાત પુત્રોએ પણ તેમને ત્યાં રહી ડોકટરી, ઈજનેરી, કાયદાનો અને સોલીસીટરને અભ્યાસ કરી ધંધામાં અને જીવનમાં તેઓ ઠરીઠામ થયા છે. ઈંગ્લાંડમાં આઈ. એમ. એસઆઈ. સી. એસ. અને બીજી ઉચ્ચ પદવીઓ માટે અભ્યાસ કરતા કેટલાય વિદ્યાથીઓને, પોતે ઈંગ્લાંડ ગયેલા ત્યારે ભણવા માટે મોટી રકમની મદદ કરી હતી. તેઓ અને તેમના કુટુંબીજને કેટલા બધા ઉદાર દિલના, ઉમદા સ્વભાવના અને પરોપકારી આત્માઓ હશે તેને જગતને આથી ખ્યાલ આવી શકશે. તેમને ઉપકાર હું પોતે તે જીવનપર્યત નહિ ભૂલી શકું.
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy