SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ વાસ્થની પ્રશ્નોત્તરી [૧૩] (૩) સ્વાથ્યની પ્રશ્નોત્તરી | શ્ન-૧, આજકાલ લેકે બહુધા બંધકોશ કે કબજીયાતના રેગથી જેમ પીડાય છે તેનાં કારણો શું ? ઉત્તર-૧, બંધકોશ મુખ્યત્વે નીચેનાં કારણોને લઈને થાય છે - (૧) રાત્રે બહુ લાંબો સમય જાગવાથી, ઉજાગરા કરવાથી કે ઊંઘ પૂરી ન કરવાથી. (૨) પાચન ન થઈ શકે તેવો ભારે ખોરાક મિષ્ટાન્ન ખાવાથી અથવા વધુ પડતે ખેરાક ખાવાથી. (૩) ચા, કેફી, ઠંડા પીણું તથા તંબાકુ, અફીણ, ભાંગ, ગાંજો, કેકન વગેરે માદક અને કેફી વસ્તુઓના વ્યસનથી અથવા વધુ પડતા ઉપગથી. (૪) મરચાં, મરી, તજ, લવીંગ, બાદિયાન, તમાલપત્ર, કેસર, જાયફળ, વગેરે મસાલાના તથા બદામ, પિસ્તા વગેરે જલદી પાચન ન થઈ શકે તેવા સૂકા મેવાના અતિ અને રોજના ઉપયોગથી. (૫) બહુ ચિંતાગ્રસ્ત કે ભયભીત રહેવાથી તથા બહુ શેક કે સદન કરવાથી. (૬) મોડી રાત્રે વાળુ કરવાથી. (૭) પેટ કે આંતરડામાં પવન થવાથી કે ગોળે ચઢવાથી. પ્રશ્ન-૨, કબજીયાતથી બચવા માટે શું કરવું જરૂરનું છે? ઉત્તર–૨, કબજીયાતથી બચવા માટે નીચેના ઉપાયો અસરકારક નીવડશે – સારા માની જા સાસ (૧) સૂર્યાસ્ત પહેલાં સાંજે જમવું. (૨) બની શકે તો રાત્રે કશું ખાવું નહિ કે પીવું નહિ. * (૩) સૂર્યોદય થયા પછી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે માટે સૂર્યોદય થયા પછી અર્ધા કલાક બાદ હાજરીમાં રાક નાંખવો. ધર્મના નિયમો વિશેષ આરોગ્ય અને તંદુરસ્તી ઉપર જ ઘડાયા હેય છે.
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy