SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ { ૧૬૨ ] અનુભવ-વાણી ધંધાદારી સાહસેામાં વધુ કમાવાના લાભને લઈને લાખા અને કરોડા ગુમાવે છે. માટી માછલી નાની માછલીને ખાય અને તેના ઉપર જીવે, તેમ જગતમાં ગરીબેાના ભાગે જ માણસા શ્રીમંત બને છે અને મેાજ ઉડાવે છે. લડાઇ જેવા અસાધારણ સંજોગોને લઇને અથવા માલની છત અછતને લઈને એકસરખી કમાણી થઈ હાય અને તેને લઇને સાહસના પ્રમાણમાં વેપારીએ ધનવાન થતાં હોય તેમાં તે દોષિત ન ગણાય. ભાગે કમાય છે. આ એટલે એકના ભાગે ખીજો કમાય છે; અને તે પણ જૂ, ચેરી, અનીતિ, છેતરપિંડી અને વિશ્વાસઘાતથી જ મેટે સર્વમાન્ય સત્ય હકીકત છે અને તેને લીધે જ લાકમત વેપારીની વિરુદ્ધમાં છે. સરકાર પણ કહે છે કે વેપારીઓ જ કાળાબાર કરે છે. સમાજવાદ અને સામ્યવાદના સૂર પણ વેપારીઓની વિરુદ્ધમાં વાગે છે. ચાર, ડાકુ અને લૂંટારુ પણ વેપારીઓની દુકાના અને ગાડાના તોડી લાખાના માલ ઉઠાવી જાય છે. કાર્ટ અને વકીલા પણ વેપારીઓના નિકાલ કરવામાં અને નાદારીના કાળા મેળવવામાં પૈસા કઢાવે છે. સેલ્સટેકસ, પરમીટ, લાઈસન્સ, અરજી, ઓળખપત્ર, ભલામણ, લાગવગ, કવેાટા, રેલ્વેષુકીંગ, મજૂર, મુકાદમ, ખટારા કે ગાદીખ, કસ્ટમ, માલની ચેરી કે ઘટ, કન્ટ્રોલના કાયદાભંગના ગુન્હામાં પેાલીસ, ઈન્સ્પેકટર, વકીલ કે કાર્ટ (દીવાની કે ફોજદારી), કૉંગ્રેસના કે બીજા ( કુંડફાળા, મેાટા વ્યવહાર, ખાટા આડ ંબર, વિના કારણે દેશપરદેશની મુસાફરી અને તે અંગેના મેળાવડા, માનપત્ર અને જાહેરખબર અને એ બધાની ઉપર ટેાચે ઇન્કમટેકસની લટકતી તલવાર અને વધુ કર ભરવામાંથી બચવા માટે ઊંધાચતા અને આડાઅવળા હિસાબકીતાબ અને હવાલા–આ બધી સાનાની ખેડીએથી જકડાયેલા અને ઝેરી સાપથી ચાવીસે કલાક ડંખાતા, ડંસાતા અને તેની ચિંતાથી દિવસે દિવસે નિસાસા નાંખતા, કાળજી કારાતા, ઊંધમાં ધારી સ્વપ્નાથી પીડાને અકી ઉતા, નિદ્રામાં બકબકાટ કરતા, ખિન્ન ચહેરાવાળેા, નિસ્તેજ અને નિસત્ત્વ, નમાલા અને ક્ષીણુ દેહવાળા વેપારી ભવ્ય ભૂવનમાં રહેવા
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy