________________
[૧૫૬ ]
અનુભવ-વાણી
કાળા કાયદાની કારમી નાગચૂડમાં ભીંસી નાખીને એવી નરમ બનાવી નાખી હતી કે કોઈ પણ માણસથી જાહેરમાં સરકાર સંબંધી વાત થઈ ન શકે. ભણેલાઓને ધર્મથી ભ્રષ્ટ કર્યા, હિંદી સંસ્કૃતિ અને હિંદના વીરતા ભરેલા સાચા ઈતિહાસથી વંચિત રાખ્યા. પશ્ચિમની ટાપટીપ, મોજશોખ અને વિલાસોમાં ગુલતાન બનાવી દીધા, અને કાયદાને તથા પરદેશી રાજસત્તાને વફાદાર રહેવામાં જ હિંદનું હિત છે એ રીતનું ગુલામી માનસ દેશભરમાં ઉત્પન્ન કર્યું. કાયદા એવા ઘડ્યા કે પિતાપુત્ર, પતિપત્ની અને ભાઈભાઈઓ વચ્ચે વારસા અને અધિકારને નામે ભેદ પાડ્યા, અદાલતોમાં વર્ષો સુધી લડાવ્યા અને પરિણામે લડવામાં બધી મિલ્કત ખલાસ થાય, તે ઉપરાંત ત્રણ થાય અને સરવાળે બધા પક્ષકારે તદ્દન પાયમાલ થાય. ડાઘણા હશિયાર માણસ હોય તેને સરકારી હોદ્દાઓ ઉપર નીમી અથવા તો માનચાંદ કે ખેતાબ આપીને પોતાના પક્ષમાં સરકાર લેતી અને તેઓને કુહાડાના હાથા બનાવી તેમના હાથે હિંદનું હીર સેંકડો વર્ષ પર્યત ચૂસ્યા કર્યું. હિંદના જે જે હુન્નર ઉદ્યોગ, ધંધા, કળા કે કારીગીરી હતી તે બધાને ધીમે ધીમે નાશ કરી પરદેશી તકલાદી અને મોંઘી વસ્તુઓને મોહ અને ચેપ લગાડી આપણને વધુ પાયમાલ કર્યા. જેટલા વર્ષ તેઓની સત્તા ભારતમાં રહી તે દરમ્યાન તેઓએ મેટા એને અને મોટા પમ્પ અને પાઈપ વડે ચોવીસે કલાક આપણી રિદ્ધિસિદ્ધિ અને સમૃદ્ધિને ઉલેચીને ઈગ્લાંડ ભેગી પહોંચાડી. એટલાથી પણ તેઓને સંતોષ ન થયો કે ન આપણી દયા આવી. રાજ્ય કારોબાર, લશ્કર, પોલીસ, ન્યાયખાતા તથા બેંકે, વિમા કંપનીઓ, સ્ટીમર કંપનીઓ, આયાત નિકાસની પેઢીઓ વિગેરેમાં હજારે અને લાખે ઈગ્લાંડવાસીઓને દર વરસે કરડે અને અબજો રૂપિયા હિંદમાંથી સુધરેલી ઢબે લૂંટવા દીધા. તાર, ટપાલ, રેલવે વિ.ની સગવડતાના ન્હાના નીચે બીજા અબજો રૂપિયા દર વરસે ઈગ્લાંડ પહોંચતા. આન, પ્રેસ, કાપડની મિલે અને બીજા કારખાનાઓની મશીનરી અને સ્ટાર્સના અનેકષ્મણ પૈસા આપણી પાસેથી પડાવ્યા.