SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ સમાજરચના [ ૧૨૯ ] કાયદેસર કરી શકે છે. ભવિષ્યમાં આ સંસ્થા જ જ્ઞાતિનું સાચું સંગઠન સાધી શકશે, પરિષદને શક્ય બનાવશે, એક સરખા ધારાધોરણે અને સાદા રીતરિવાજેનો અમલ કરાવી શકશે અને ધીમે ધીમે જ્ઞાતિને ઉત્કર્ષ કરી શકશે. આ સ્વપ્ન કે હવાઈ કિલ્લા નથી. મનના તરંગ નથી કે કપેલી કલ્પના નથી, પરંતુ અનુભવની એરણ ઉપર ઘડાએલી નક્કર હકીકત છે અને અનુભવથી સિદ્ધ કરેલી બાબત છે. તેમાં સાહસ કે જોખમ નથી. માત્ર સૌમાં શ્રદ્ધા, એકનિષ્ઠા, સહકાર, સંગઠન અને કાર્યને સફળ બનાવવાની ભાવના હોવી જોઈએ. એટલે સાચા કાર્યકરે નીકળે તે જ કાર્ય થઈ શકે; અને સોની ભાવના અને લાગણી હોય તે જ કાર્ય સફળ થાય તે અફર સત્ય છે. પૂજ્ય મહાત્માજીએ પોતાના આદર્શો મક્કમતાપૂર્વક અમલમાં મૂકી તેમાં સુંદર પરિણામો જગતની સમક્ષ સાબિત કરી બતાવ્યા છે. વેપારી આલમ માટે આદર્શ સમાજરચના રમા પણે વેપારી કોમ છીએ એટલે બાળકોને બાળપણથી છે વેપારી તરીકેના સંસ્કાર કેમ પાડવા અને તાલીમ કેવી આપવી તે દરેક માબાપે જાણવાની જરૂર છે. માબાપના સંસ્કાર અમુક અંશે બાળકમાં જન્મથી જ આવે છે. જન્મ બાદ બાળકના ઉછેર, આદત, વાતાવરણ અને સંસ્કાર એની અસર સઉથી વધુ પડે છે; માટે તેના ઉપર બહુ જ કાળજી રાખવાની જરૂર છે. બાળક પો પડ્યો રમ્યા કરે અને રડે નહી તથા હીંચોળ્યા સિવાય એમ ને એમ પથારીમાં સૂઈ જાય એ ટેવથી તેને સ્વભાવ આનંદી થશે અને પ્રકૃતિ શાંત બનશે. નિયમિત સમયે ખોરાક આપવાની.
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy