SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૬] અનુભવ-વાણું ૧. પૈસા બે રીતે મળી શકે, કાં તો ફંડફાળાથી અને કાં તે ધંધાદારી જનાથી. તે બેમાંથી ધંધાદારી જનાથી પૈસા ઊભા કરવા વધુ સારા છે; કેમકે તે રીતે જોઈતી રકમ ઊભી કરી શકાશે, એટલે કાં તે ઓદ્યોગિક ટ્રસ્ટ ઊભું કરવું અથવા તો સહકારી મંડળી ઊભી કરવી અને રૂા. ૧૦) શેરની કિંમત રાખી જરૂરી રકમ શેરકેપીટલથી મેળવી લેવી. સહકારી મંડળી ઊભી કરીએ તો તેને સરકાર તરફથી દરેક બાબતની પ્રથમ પસંદગી, માર્ગદર્શન અને પૈસાની લેનની સગવડતા સહેલાઈથી મળી શકે છે. “બહુ ઉદ્દેશવાળી સહકારી મંડળી” ( Multi Purpose co-operative Society ) ગમે તે જાતના કામકાજ, વેપારધંધા કે હુન્નર-ઉદ્યોગ ઊભા કરી શકે છે, તેનું કાર્યક્ષેત્ર ઘણું વિશાળ અને સર્વવ્યાપી અને સર્વદેશીય રહી શકે છે. ફક્ત એક જ બાબત વિચારવાની રહે છે કે કોમી ધોરણે સ્થપાએલી નવી સહકારી મંડળીઓને સરકાર તરફથી જોઈએ તેટલે નવો સહકાર કે નવી સગવડતા મળી શકતી નથી. તેને રસ્તે એ રીતે નીકળી શકે કે સહકારી મંડળી કોમ ધોરણે ઊભી ન કરવી પણ સર્વ દેશીય સ્વરૂપે ઉભી કરવી, જે કોઈને જોડાવું હોય તેને માટે માર્ગ ખુલ્લે રાખો. આવી સોસાયટી એક અથવા પ્રદેશવાર જુદી જુદી પણ ઊભી કરી શકાય છે. આ રીતે પૈસાનું ભંડોળ સહેલાઈથી ઊભું કરી શકાશે કેમકે દરેકને “મારાપણું” રહેશે અને રસ રહેશે, પૈસાને માલીકીહક તેઓનો ચાલુ રહે છે અને તેના ઉપર વળતરની પણ તેને આશા રહે છે. ૨. આ રીતે સહકારી મંડળી ઊભી કરીને કામ શરુ કરવું તે વધુ સરળ છે અને શક્ય પણ છે. તેની મારફત દાનના, દયાના, માનવરાહતના અને વેપારધંધાના તથા ઉદ્યોગોના અનેકવિધ કાર્યો હાથ ધરી શકાય છે, તેમાં કશે અવરોધ કે પ્રતિબંધ નડવાને સંભવ નથી. આ રીતે શરૂઆતમાં રૂા. ૫) લાખની શેર કેપિટલ ભરાવવી અને કામ શરુ કરવું અને ધીમે ધીમે તેને વિકાસ કરતા જવો. આપણુમાં વ્યાપારી બુદ્ધિ સારી હોય છે, એટલે તેને સંપૂર્ણ ઉપ
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy