SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ વાપા૨ના વ્યવહારુ યોજના T૧૧૩] ૭માટી કામ:--જે કુંભારે આખો દિવસ મજૂરી કરીને માંડ માંડ કમાતા હતા તેઓ આજે કેટલું સારું કમાય છે? માટલી, માટલા, કુંજા, કેડી વિગેરેના આજે કેટલા બધા પૈસા લાગે છે ? ઈંટ અને નળીયાની એટલી ખપત વધી ગઈ છે કે તે ધંધે ધમધોકાર ચાલે છે એટલે બીજી નાની ઘરવપરાશની ચીજો કુંભાર બહુ બનાવતા જ નથી. હિંદભરમાં મેંલેરી નળીયાને વપરાશ બહુ વધી ગયો છે અને હજુ વધતો જ જાય છે. દેશી નળીયા દર વરસે ચળાવવા પડે, પવનથી નળીયા ડે અને ખસી જાય, વાંદરાઓ અને પક્ષીઓ ઉખેડી નાંખે એટલે છાપરું દર વરસે ન ચળાવે તે ઘરમાં પાણી ચુ તે ત્રાસથી મેંગ્લેરી નળીયાને વપરાશ ઘણો વધે. સરકારે પણ પિોટરીના શિક્ષણની મહત્તા જોઈને તે માટેની સંસ્થા ખાલી છે. ૮. ગુંદર, ગ્લેય, પેસ્ટ જુદા જુદા રંગની શાહી, લાખની લાકડીઓઆ બધાને વપરાશ દરેક ઘરમાં, દરેક દુકાને, દરેક ધંધામાં, સરકારી ખાતાઓમાં અને ટપાલ ઓફિસોમાં ન કપી શકીએ એટલે વધી ગયો છે, તેની બનાવટ અને નાના મોટા પ્રમાણને પેકીંગ કરીને ગામડામાંથી દરેક જગ્યાએ વેચી શકાય. તેની બનાવટ સારી આવડવી જોઈએ. ૯. પથરની ઘંટીઓ, ખરલ, સીપર, રશીયા, કુંડા, પાણીયારા, જાળીયા વિગેરે પત્થરમાંથી બનાવી શકાય. આજે પથરને બદલે સીમેન્ટમાંથી આ અને બીજી અનેક જાતે બને છે, વેચાય છે. ૧૦. ચુને અને પ્લાસ્ટર ઓફ પેરીસ તથા ચીરેડીને અને ચાકને ઉપયોગ પણ અનેક કામમાં થાય છે. ૧૧. લાકડાના કેલસા પાડીને ધંધે ગામડામાં કરી શકે તેમ છે. ૧૨. કાપડ રંગવાનું તથા છાપવાનું, આળેખ ચીતરવાનું, છાપવાના બીબાં કેતરીને બનાવવાનું, કાચનું ભરતકામ પણ
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy