SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦૬] અgશવ-વાણી ગુંદર અને લાખ ઉપગ રંગકામ માટે અને પોલીશના કામમાં તથા છાપવાના કામમાં અનેકગણું વધી ગયો છે. ૮. લાકડાનું સરાણકામ અને સંધાડીઆનું કામ અનેક પ્રકારનું થઈ શકે છે. અને તેને માટેનું જોઈતું લાકડું આસપાસમાંથી મળી શકે. ૯. અથાણા, ચટણી, મુરબા, સુકવણી, પાપડ, ખેર, સેવ, સંભાર, મસાલા તથા કમાવેલા ધાણા, વરીયાળી, અજમા, જીરું, મેથી, બુંદ, પીપર, સુંઠ, મરી, લવીંગ, સુવા વગેરે અનેક ખાવાની ચીજો બનાવીને આખા દેશમાં સારામાં સારા પ્રચાર કરી, સારામાં સારું વેચાણ અને નફે કરી શકાય તેમ છે. ૧૦. ગામડાના ખેડુત, ભરવાડ અને વસવાયા કોમમાં સુતરાઉ અને રેશમી લાલ કે કથ્થાઈ કપડાનું જે ભરતકામ થાય છે અને જેની આજે મોટા શહેરમાં અને ખાસ કરીને શ્રીમંત કુટુંબની સ્ત્રીઓમાં ફેશન થઈ પડી છે તે વસ્તુની એટલી બધી માગ રહે છે કે પૂરતો માલ લેકને મળતું નથી. આ ચીજોના ભાવો પણ બહુ જ સારા ઉપજે છે. ભરતકામના ચણીઆ, પોલકા, થેલીઓ, ચાકળા, ચંદરવા, ચાદરે, તોરણ, પડદા વગેરે અનેક ચીજોની ઘણું જ માગણી રહે છે. હિંદની ખાસ કારીગરીના નમૂના તરીકે યુરોપ, અમેરિકામાં પણ આ ચીજો જઈ શકે છે. ૧૧. કાથી કે શણનાં પગલું છણ, ગાલીચા, કારપેટ વિ. બની શકે છે. હમણાં હમણાં તે સુતરના વેસ્ટને રંગીને ખાટલા ઉપર સુતરની દોરીઓ ઊભી ભરીને તેમાં રંગીન સુતરના ગુંચળાની ગાંઠે બાંધીને અને છેડા કાપી નાખીને રંગબેરંગી ગાલીચાઓ ગુંથવાનું કામ બહુ સારું થાય છે. તે જ રીતે ઉનના ગાલીચા, આસનયા વિ. પણું બની શકે છે. કાશ્મીરના થોડાક કારીગરે આજે રાજકોટમાં વસ્યા છે અને ગાલીચાઓ બનાવે છે, સીંધી નિરાશ્રિતની અનેક બાઈઓ ભાવનગર, પાલીતાણા, જેતપુર વિ. ઘણા ગામમાં મેટા પ્રમાણમાં
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy