SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩ નુ શાશ્વત અને સત્યસુખની સમજ પૌદ્ગલિક સુખ ગમે તેટલું હોય તો પણ કેવળ ૫નાનું જ સુખ છે. વાસ્તવિક સુખ નથી. એવાં સુખા તે આત્માએ અન તીવાર પ્રાપ્ત કર્યાં. પણ એથી આત્મામાં કઈ પ્રકાશ થયા નથી. તેમજ ક રાજાની ગુલામીએ સર્જેલા અંધકાર ગયા નથી. માનવીએ એવા સુખને ચાહવું જોઈ એ કે જે કેવળ અચળ હાય. જે કાઈથી ઝૂંટવી કે લુંટી શકાય નહિ. જેને કદાપિ નાશ થાય જ નહિ. આવું શાશ્વત સુખ બીજાને આધિન નથી. પરંતુ આપણા પેાતાને જ સ્વાધિન છે. વળી તે સુખની પ્રાપ્તિ કોઈપણ જાતને પૈસાના ય ખર્ચ કર્યા વિના મત મેળવી શકાય છે. આત્મિક સુખના નક્કર અને ચાક્કસ અનુભવી સંત પુરૂષો ફરમાવે છે કે સંસારી જીવાની સુખ-દુઃખ અંગે કલ્પના યા માન્યતા નરદમ જૂઠી છે. વાસ્તવમાં તે સુખ જ નથી. ફક્ત મનમાન્યા સુખને જ તે પડછાયા છે. આખરે તેનું પિરણામ દુઃખરૂપ છે. પરંતુ કમળાના રોગીને જેમ ધેાળી વસ્તુ તે પીળી લાગે, તેમ અજ્ઞાનદશાથી ટળવળતા ઘેલછાભર્યા જીવાને સત્ય સુખનુ સ્વરૂપ મિથ્યાત્વ ( તત્ત્વાતત્ત્વના અવિવેક ) રૂપ કમળાવાળી અવસ્થામાં ન જ સમજાય એ સ્વભાવિક છે.
SR No.023527
Book TitleJain Darshanna Anuvigyanni Mahatta
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherKhubchand Keshavlal Master
Publication Year1967
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy