________________
પ્રકાશકીય નિવેદન
જૈનદર્શનના કવ્યાનુગ વિષયથી અનભિન્ન મનુષ્યોને આ પુસ્તકનું “જૈનદર્શનના અણુવિજ્ઞાનની મહત્તા” નામ જાણું આશ્ચર્ય થશે કે “અણુ” અંગેની હકિકત અને તેને લગતા પ્રયોગો તે વર્તમાન વૈજ્ઞાનિક ક્ષેત્રમાં જ હૈય, જૈનદર્શનમાં અણુવિજ્ઞાનની હકિકત ક્યાંથી આવી?
પરંતુ તેવાઓને માલુમ નથી હોતું કે દુનિયાના દેશે જ્યારે વસ્ત્રપરિધાન કે વ્યવહાર પણ શીખ્યા ન હતા, ત્યારે પણ પદાર્થના અવિભાજ્ય અંશસ્વરૂપ અણુવિષયક તત્વજ્ઞાનથી ભારત ઉચ્ચશિખરે બિરાજતો હતો.
આ અણુવિજ્ઞાનના આવિષ્કારક અને પ્રચારક કેવળ સર્વસંગ ત્યાગી શ્રી તીર્થંકર પરમાત્મા હતા.
જીવનપયોગી વિવિધ વસ્તુઓના ઉત્પાદન માટે વિવિધકાળે વિવિધ વૈજ્ઞાનિક પદાર્થના અણુ ઉપરથી અનેકવિધ આવિષ્કારો કરતા આવ્યા છે, અને કરતા રહેશે. પરંતુ વિશ્વના પ્રાણિયેને સંસારદાવાનલના વિવિધ દુઃખસર્જક તત્વરૂપે કયા અણુઓ કામ કરી રહ્યા છે ? તે જાતના વિજ્ઞાનથી જ્યાં સુધી પ્રાણિયે અજ્ઞાત રહે છે, ત્યાં સુધી ગમે તેટલી ભૌતિક સામગ્રીને ઉપગ હોવા છતાં દુઃખથી છૂટી શકાતું નથી. કારણ કે ભૌતિક ઉપભોગ સામગ્રીની પ્રાપ્તિ અને પ્રાપ્ત સામગ્રીને ટકાવ તે જીવના આત્મપ્રદેશની સાથે ક્ષીરનીરવત સંબંધિત બની રહેલ જડે. અણુસમુહના જ આધારે છે. આત્માની સાથે સંબંધિત બની રહેલ આ જડઅણુઓએ આત્માની સ્વતંત્રતા છીનવી લીધી છે. એટલું જ નહિ પરંતુ ભૂલાવી દીધી છે. એટલે જ જીવ તે જડ અણુઓના નિમિત્તથી પ્રાપ્ત સુખ-દુઃખને પિતાનું સ્વાભાવિક સુખ-દુઃખ માની બેસે છે.