SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ જ શિક્ષણથી દેશને ઉદ્ધાર કરવાની આકાંક્ષા સેવનારાઓ ડે. મેકસમૂલરના ઉપરોક્ત કથનને વિચારે. અને કર્મવાદના સ્વરૂપને સારી રીતે સમજી જીવન સુસંસ્કારી બનાવવા માટે દરેક આસ્તિક દર્શનકારોએ આવિષ્કારિત કર્મ વિજ્ઞાન સાથે સાથે શ્રી જૈન દર્શનકથિત કર્મવિજ્ઞાનના અભ્યાસને જીવનમાં ઉતારે. જૈનદર્શને કર્મવિષયક રસપ્રદ હકિકતે દર્શાવવા ઉપરાંત કરજકણેને અમુક ટાઈમ સુધી ઉપશાન્ત બનાવી રાખવા રૂપ ઉપશમશ્રેણિનું તથા તે રજકણેને આમૂલ ચૂલ ઉખેડી નાખવાની પ્રક્રિયા સ્વરૂપ ક્ષપકશ્રેણિનું સ્વરૂપ એટલી સુંદર શૈલિએ સમજાવ્યું છે કે ભલભલા વૈજ્ઞાનિકની બુદ્ધિ પણ ચક્કરમાં પડી જાય. આ ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિમાં આત્મશક્તિ કેવું કામ કરે છે? કર્મઅણુઓની તાકાત કેવી હતપ્રાયઃ બની જાય છે? અને અને આત્મશક્તિના પૂર્ણતાની ઉજજવલ ત કેવી રીતે પ્રગટે છે? તે બધી હકિકત સમજનાર બુદ્ધિશાલી મનુષ્યનું મસ્તક આ વિષયના આવિષ્કારક સર્વર ભગવંતે પ્રત્યે સહેજે ઝૂકી જાય છે અને જૈનદર્શન કથિત અણુવાદની મહત્તા સ્વહૃદયમાં અંક્તિ બને છે. - જય હો ! જૈનશાસનનો. ' . . સંપૂર્ણ
SR No.023527
Book TitleJain Darshanna Anuvigyanni Mahatta
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherKhubchand Keshavlal Master
Publication Year1967
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy