SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ સ્વ કર્તવ્ય સમજીને સ્વપર હિત સાધવા તત્પર રહે. ૮૫ - ૧૮. વિનયવંત-મદ, અંહકારાદિક દોષને ત્યજીને સંત પુરૂષની સેવાથી યા સાધુજનેની હિત શિખામણને હૃદયમાં - ધરવાથી વિનય–નમ્રતા આવે છે. ૧૯. કૃતજા–કરેલા ગુણના જાણ માણસો પિતાના ઉપકારી માતા, પિતા, સ્વામીકે ગુર્વાદિકના બની શકે તેટલા ગુ. ણાનુવાદ કરવા ચૂકતા નથી. કૃતજ્ઞ માણસ ઉપકારીના હિતને માટે બને તેટલે સ્વાર્થને ભેગ આપે છે. ૨૦. પરહિતકારી-સહુને સ્વહિત વહાલું છે એમ સમજીને સ્વહિતની પેરે પરહિત કરવામાં પણ જેને પ્રીતિ છે તે મનથી, વચનથી કે કાયાથી કોઈનું અહિત થાય એવાં કાર્યથી દૂર ૨ હેવાનેજ અને હિત થાય એવાંજ શુભ કાર્યમાં જોડાવાને પ્ર. યત્ન કરે છે. ૨૧. લબ્ધલક્ષ્ય-સર્વ બાબતમાં જેની દૃષ્ટિ આરપાર પહોંચી શકે છે એ ચકેર પુરૂષ સુખેથી સ્વહિત સમજીને તેને વિ. વેકથી સાધી શકે છે, ઉક્ત ૨૧ ગુણથી ભૂષિત ભવ્ય સ્વહિત સાધવાને સંપૂર્ણ અધિકારી છે. સ્વહિત સાધવાના અનેક માર્ગ પૂર્વે પ્રસંગે પ્રસંગે બતાવ્યા છે એમ જેણે યત્નથી સ્વહિત-સ્વ કર્તવ્ય સાધ્યું છે તેને પરહિત પણ સુસાધ્ય જ છે. તે પરહિતને સ્વહિત-સ્વ કર્તવ્ય સમજીને સુખે સાધી શકે છે, પણ જે સ્વહિત-સ્વ કર્તવ્યને જ સમજતા નથી કે સેવતા નથી તે બાપડા નિર્ધનની પેરે પરહિત તે શી રીતેજ સાધી શકે વારૂ?
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy