SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન હિતાપદેશ ભાગ ૨ જો. ચશકીર્ત્તિનીજ ખાતર દાન પુણ્ય નહિં કરતાં કેવળ કલ્યાણાર્થે કરવામાં આવતું પાત્રદાન પરિણામે અન’તગણું ઉત્તમ ફળ આપી શકે છે. અને વચનશક્તિ પામ્યાનુ ઉત્તમ ફળ એ છે કે સર્વ કાઇને પ્રીતિ ઉપજે એવુ' મિષ્ટ-મધુર અને હિતકારીજ વચન વવું. કદાપિ પણ કોઇને અપ્રીતિ કે ખેદ ઉપજે એવું કડવું કે અહિત વચન કહેવું નહિ. પરને પ્રિય એવું પ્રસંગને લગતું હિત–મિત ભાષણ કરનારજ સત્યવાદી હોવાથી પ્રાયઃ સર્વ કાઇને માન્ય થઈ શકે છે. R આ પ્રમાણે ટુંકાણમાં કહેલી હકીકત લક્ષમાં રાખીને વિવેકથી વર્તનાર પોતાના શુભ ચરિત્રથી સ્વ માનવભવ સફળ કરી શકે છે. અથવા પૂર્વે પ્રસંગેાપાત બતાવેલી મૈત્રી મુદિતા કા અને મધ્યસ્થ ભાવનાથી પણ મનુષ્યદેહની સફળતા થઇ શકે છે. ટુંકાણમાં યથાશક્તિ તન, મન, ધનથી સ્વ પરહિત સાધી લેવુ' એજ આ મનુષ્ય ભવનું રહસ્ય છે. તેમાં ઉપેક્ષા કરવી એ મૂળગી મૂડી ખાવા જેવુ છે. તેથી જેમ અને તેમ પ્રમાદરહિત સ્વપરહિત સાધવા સદા તત્પર રહેવું સહૃદય જનાને ઉચિત છે. સદ્વિવેકથી સ્વ કર્તવ્ય સમજીને જે શુભાશા શુદ્ધ 'તઃકરણથી તેનુ સેવન કરે છે, તે મનુષ્ય છતાં દેવી જીવન ગાળે છે; પણ જે સ્વ કતવ્ય સમજતાજ નથી અથવા તા સમજ્યા છતાં તેની ઉપેક્ષાજ કરે છે; તે તે મનુષ્યરૂપે પશુ જીવનજ ગાળે છે એમ કહેવું યુક્ત છે. જે પારકી નિદા કરવામાં મુંગા છે, પરસ્ત્રીનુ' વામાં અધ છે અને પરદ્રવ્ય હરણ કરવામાં પાંગળા મુખ જોછે, તે
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy