SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ મનના મેલ દુર કર છે. કેમકે તે સમદ્રષ્ટિથી રાગદ્વેષ તજીને ગમે ત્યાંથી તત્વનું જ ગ્રહણ કરે છે. મિથ્યા આગ્રહી-કદાગ્રહીજનો એમ કદાપિ કરી શકતા નથી. તે તેા ઉલટા પરિન દ્યાર્દિકમાં ઉતરી પોતાનુ સર્વસ્વ અગાડી સ’સારચક્રમાં પુનઃ પુનઃ ભટક્યા કરે છે. તેમ નું અંતર વિષ નહિ ટળવાથી તેમને વારંવાર જન્મમરણના ફેરા કરવા પડે છે. તે ઉપર એક કડવી તુંબડીનું દૃષ્ટાંત લક્ષમાં લઈ રાખવુ' બહુ ઉપયોગી છે એકદા કોઇ વૃદ્ધ ડોશીના પુત્રને અડસઠ તીર્થમાં જઇ ન્હાવાના વિચાર થયો. પુત્રમાં પાત્રતાની મેાટી ખામીથી માતા તેના કામને અનુમેાદન આપતી ન હતી, પણ પ્રથમ તેનામાં કઇ રીતે પાત્રતા આવે તે જોવાને આતુર હતી. પુત્ર તે જુવાનીના મઢમાં માતાનાં હિતકારી વચનેને પણ અનાદર કરતા હતા. છેવટ જ્યારે તે અડસઠ તીર્થમાં જવાને તૈયાર થયે ત્યારે માતાએ તેને મધુર વચનથી કહ્યું કે બેટા ! આ મારી કડવી તુખડીને પણ તી કરાવતા આવજે. માતાનુ આ વચન તેને કઠણ નહિ લાગવાથી માન્ય રાખ્યુ અને માતાએ આપેલી કડવી તુંબડી સાથે લઈને તે તીર્થ કરવા નિકળ્યા. લાકિક રૂઢી મુજબ બધા તીર્થમાં સ્નાન કરી માતાએ સાથે આપેલી તુંબડીને પણ સ્નાન કરાવીને અનુ– ક્રમે પોતે પાતાને સ્થાને આભ્યા, અને તે તુંબડી માતાને પાછી સોંપી. માતાએ તેની સમક્ષ તપાસ કરીને કહ્યું કે ભાઈ ! અડસઠ તીર્થમાં ન્હાયા છતાં તુંબડીની કડવાશ ગઈ નહિ. આ પ્રગટ દાખલાથી તેને સરસ મેધ મળ્યે તેમ દરેક ધારે તે તેમાંથી આવા આધ મેળવી શકે કે અધિકાર-યેાગ્યતા વિના જે સ્વભાવેજ કડવી તુંબડી અડસઠ તીર્થના જળમાં ન્હાયા છતાં
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy