SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ રાગ દ્વેષને ત્યાગ કર. ૩૧ ઈર્ષ્યા-દ્વેષથી જેનું અંતઃકરણ કલુષિત થઈ ગયું છે તેની મતિ પણ વિપરીતજ દેરાવાથી સામામાં ગમે તેવા સદ્દગુણ છતાં અને તેવા સદગુણ-સમર્થની સાથે શ્રેષબુદ્ધિ રાખવાથી ભાવી અનર્થને તે મુઢાત્મા સમજી શકતા નથી, એટલું જ નહિ પણ સામાનામાં રહેલા સદગુણોને તે જડમતિ કેવળ દેષરૂપેજ લેખે છે અને તેને તૃણની જેમ ગણું મિથ્યાભિમાનથી તેની સાથે વર બાંધીને ઉલટો અનર્યજ પેદા કરે છે. વડના બીજની પેરે આગળ જતાં તેની પરંપરા વધતી જ જાય છે. એમ સમજીને શાણા માણસેએ જેમ બને તેમ શીવ્ર ઉકત મહા વિકારોને ઉપશમાવવા અવશ્ય ઉદ્યમ કર ઘટે છે. રાગ અને દ્વેષ હલાહલ ઝેર કરતાં પણ અધિક દુઃખદાયી નીવડે છે. * જે સમતા ભાવિત સત્ પુરૂષની સબત કરીને તેમની હિત શીખામણથી પિતાની અનાદિની ભુલ સમજવામાં આવે અને તેથી પિતાના વિકારેને વારવાને જોઇને પ્રયત્ન કરવામાં આવે તે અનુક્રમે સતત શુભ અભ્યાસના બળથી આપણામાં જડ ઘાલી બેઠેલા રાગ દ્વેષાદિ વિકારેને સમૂળગે અંત આવી શકે. પણ જ્યાં સુધી ઉકત મહા વિકારોને અંત ન આવે ત્યાં સુધી તેમનું ઉમૂલન કરવા અડગ પ્રયત્ન કર્યા જ કરવો જોઈએ. - રાગ અને દ્વેષથી અંધ થયેલા પ્રાણીની પ્રાયઃ અગતિજ થાય છે. એવા અંધ અને ખરી આંખ આપનારા અલાકિક શસ્ત્ર વૈદ્ય સમાન કેઈક સત્ પુરૂષને સમાગમ ભાગ્યેાદયે થઈ આવે અને જે તેમની સમ્યગ ઉપાસના કરવામાં આવે તે સદુઘમના સ્વાદિષ્ટ ફળ રૂપે આપણુ અનાદિના મહા વિ
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy