SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ વિરાગ્યસાર અને ઉપદે રહસ્ય.. (૧૩૫) અશન, પાણી, ખાદિમ કે સ્વાદિમ રાત્રી સમયે (સૂર્ય અસ્ત પછી અને સૂર્ય ઉદય પહેલાં) સર્વથા વાપરવા નહિ, વપરાવવા નહિ તેમજ વાપરનારને સંમત થવું નહિ એ છઠું વ્રત છે. (૧૩) પૂર્વોક્ત સર્વ મહાવ્રતનું યથાવિધિ પાલન કરતાં જેમ રાગદ્વેષની હાની થાય તેમ સાવધાનપણે પ્રવૃત્તિ નિવૃત્તિ માર્ગ સ્વીકારી તેને યથાર્થ નિર્વાહ કરે, અને અન્ય આત્માથજનેને યથાશક્તિ યથાવકાશ સહાય કરવી તે ઉત્તમ પ્રકારને પુરૂષાર્થ છે. (૧૩૭) સદ્દગુરૂનું શરણ લહી તેમની પવિત્ર આજ્ઞાનુસાર વર્તનાર મહાશને સકળ પુરૂષાર્થ સફળ થાય છે. (૧૩૮) સદગુરૂની કૃપાથી પ્રાપ્ત થયેલા સધવ, સંયમ. માર્ગમાં આવતા અપાયે સહેલાઈથી દૂર કરી શકાય છે. (૧૩૯) મુમુક્ષુજનેએ ચંદ્રની પરે શીતળ સ્વભાવ, સાચરની જેવા ગંભીર, ભારંડ પંખીની જેવા પ્રમાદ રહીત, અને કમળની પેરે નિર્લિપ થવું જોઈએ. યાવત્ મેરૂ પર્વતની પેરે નિઢળતા ધારીને સિંહની જેમ શુરવીર થઈને વૃષભની પેરે નિમંળ ધર્મની ધુરા મુનિજનેએ અવશ્ય ધારવી જોઈએ. (૧૪૦) મુમુક્ષજનેએ કંચન અને કામનીને દૂરથી જ તજવાં જાઈએ. (૧૪૧) મુમુક્ષુજનેએ રાય અને ૨કને સરખા લેખવા જેઈએ, તથા સમભાવથી તેમને ધર્મ ઉપદેશ આપ જોઈએ. ( ૧૨) મુમુક્ષુજનેએ નારીને નાગણ સમાન લેખી તેણીને
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy