SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ શ્રી જેન હિતોપદેશ ભાગ ૩ જે. ૪. આપણામાં અન્ય કરતાં અધિકતા માનવારૂપી દેવથી ઉત્પન્ન થયેલા સ્વાભિમાનરૂપી જવરને શાન કરવાને ઉત્તમ ઉપાય એ છે કે આપણે પૂર્વ પુરૂષ સિંહેથી લઘુતા ભાવવી. પૂર્વ પુરૂષ સિંહના પવિત્ર ચરિત્રને સારી રીતે સંભારી યાદ લાવતાં આપણું ગુમાન આપોઆપ ગળી જાય છે, ૫. શરીર, રૂપ, લાવણ્ય, ગ્રામ, આરામ, અને ધન વિગેરે પર પર્યાવડે સ્વ ઉત્કર્ષ માન, આત્માનંદી જીવને બિલકુલ ઉચિત નથી. તેવી વસ્તુ વડે તે કેવળ પુદગલાનંદી જીવેજ ગર્વ કરે છે, પણ આત્માનંદી કરતા નથી. ૬. જ્ઞાનાદિક શુદ્ધ પર્યાયે પણ પ્રત્યેક આત્માને સરીખા હોવાથી અને શરીર વિગેરે અશુદ્ધ પર્યાયે અપકૃષ્ટ (નવા) હોવાથી તે વડે મહામુનિને ઑત્કર્ષ કરે લાયક નથી. શુદ્ધ પ વડે પણ ગર્વ કરે યુક્ત નથી તે નજીવા શરીરરૂપ લાવણ્યાદિક અશુદ્ધ પાંવડે તે ગર્વ કરજ કેમ ઘટે? ૭. ગુરૂ મહારાજ શિષ્યને ઉપદેશ છે કે, ભાઈ તું દીક્ષિત છતાં ત્કર્ષ વડે સંયમને ક્ષેભ કરીને ગુણ રને વ્યર્થ વિનાશ શા માટે કરે છે? ગમે તેટલા ગુણને પામેલ સંયમી સ્વગુણને ગર્વ કરવાથી હાનિજ પામે છે. ૮. સ્પૃહા રહિત અને અખંડ અનંત જ્ઞાનનાજ નમુનારૂપ જોગી જને રવ ઉત્કર્ષ અને પર અપકર્ષ સંબંધી સર્વ કલ્પના ઓથી મુકતજ રહે છે. રવ સ્વરૂપમાં સ્થિત ગીજને કેવલ નિસ્પૃહ હેવાથી આ૫ બડાઈ કે પરનિન્દા કરતાજ નથી. તેઓ તે પરમ સુખમય નિવૃત્તિ માર્ગ જ પસંદ કરે છે, પરપરિણતિરૂપ કુત્સિત પ્રવૃત્તિ તેમને પસંદ પડતી જ નથી.
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy