SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪. શ્રી જૈન હિતોપદેશ ભાગ ૨ જે. આ ઉપરાંત ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા એ પાંચ, સમતિનાં ખાસ લક્ષણ છે એ લક્ષણથી સમકિતની ખાત્રી થઈ શકે છે. જ્યાં સુધી ઉપશમાદિક લક્ષણ અંતરમાં પ્રગટ થયેલાં દેખાય નહિ. ત્યાં સુધી સદ્ વિવેક યા સમકિત પ્રગટ થયાની ખાત્રી થઈ શકતી નથી. તેથી પૂર્વના ક્રમથી હદય શુદ્ધિ કર્યા બાદ સદ્ વિવેક યા સમકિત રત્નના અર્થી જનેએ ઉક્ત ઉપશમાદિ ગુણને અભ્યાસ કરવાની આવશ્યકતા છે. કેમકે કારણથી કાર્ય સિદ્ધિ થાય જ છે, એ અચળ સિદ્ધાંત છે. ચારિત્ર –સંક્ષેપથી નામ માત્ર કહેલાં ઉપશમાદિક લક્ષનું કંઈક સ્વરૂપ સમજવાની મારી ઈચ્છા છે તે હું ધારું છું કે તમે સફળ કરશે. ચારિત્રરાજને વહિત પ્રત્યે વિશેષ આદર થયેલે જાણી સુમતિ તેનું સમાધાન કરે છે. સુમતિ–આપની આવી અપૂર્વ જિજ્ઞાસા થયેલી જાણીને હું વિશેષે ખુશી થઈ છું. અને ઉક્ત પાંચે લક્ષણેનું અનુક્રમે સવરૂપ કહું છું તે આપ લક્ષમાં રાખવા કૃપા કરશે. કેમકે એ પાંચે લક્ષણથી લક્ષિત થયેલું સમકિત રત્ન જ સકળ ગુણેમાં સારભૂત એટલે આધારભૂત છે. ચારિત્ર – હું સાવધાનપણે સમકિતનાં પાંચ લક્ષણનું સ્વરૂપ સાંભળવાને સન્મુખ થયેલ છે. તેથી હવે તમે તેનું નિરૂપણ કરે. સુમતિ–ઉક્ત પાંચે લક્ષણમાં પ્રધાનભૂત ઉપશમનું સ્વરૂપ * આ પ્રમાણે છે. અપરાધીનું પણ અહિત કરવા મનથી પણ પ્રવૃત્તિ થાય નહિં, એવી રીતે ક્રોધાદિ કષાયને શમાવી દીધા હેય;
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy