SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વ હિતશિક્ષા પક : શું હું નરકમાં જનારો છું ? અનંતસંસારી છું કે દૂરભવ્ય છું કે ભવ્ય નથી ? અથવા શું હું કૃષ્ણપક્ષી છું? કે કર્મોના વિચિત્ર વિપાકવશ હું હજી મિથ્યાત્વી છું ? કે જેથી ઉપકારી-મહાપુરુષની હિતકારી શિખામણ અગ્નિજવાલાની માફક, વ્રત-પચ્ચખાણ ઝેર જેવા, તપસ્યા ખાંડાની ધાર સમાન, સ્વાધ્યાય કાનમાં સોય ભેંકવાની જેમ વિરસ અને સંયમ યમરાજની જેમ ભયંકર જણાય છે !!! અહાહા !!! શી કર્મોની વિષમતા છે ? (શાર્દૂલવિક્રીટિત ઈદ). वस्त्रं पात्रमुपाश्रयं बहुविधं भैक्ष चतुद्रौषधम् , अय्या-पुस्तक-पुस्तकापकरणं शिष्यं च शिक्षामपि । गृहणीमः परकीयमेव सुतरामाऽऽजन्मवृद्धा वयम् , यास्यामः कथमीदृशेन तपसा तेषां हहा ! निष्क्रयम् ॥ દીક્ષા લીધી ત્યારથી— કપડાં, પાતરાં, વિવિધ પ્રકારની ગોચરી, ઔષધોપચાર, મકાન, પુસ્તક, જ્ઞાનના ઉપકરણો, ચેલાએ તથા જ્ઞાન. આદિ આ બધું ધર્માદાને નામે પાકું લીધે જ જઈએ છીએ! અને ઘરડા થઈ જવા આવ્યા છતાં હજુ સુધી કંઈ તેને બદલે વળે તેવું આત્મ-કલ્યાણ કંઈ સાધ્યું નથી ! કે બીજાનું ભલું કર્યું નથી ! શી રીતે બધાને બદલે વળશે ? આમ ઋણમગ્ન થયેલા મારી પરભવમાં શી દશા થશે ?
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy