SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે અહીં ઉદ્દેશ્ય-સમ્યગુલશન, જ્ઞાન, ચારિત્ર ત્રણ હાવાથી વિધેય-મોક્ષમાર્ગને એકવચનને બદલે બહુવચન સંગત હતું, છતાં આ રીતને શૈલીમાં વિપર્ધાસ શાસ્ત્રકાર-મહર્ષિના પવિત્ર અંતઃકરણમાં નિગૂઢ પરમ-રહસ્ય-ભૂત તને ઝાપક હાઈ આપાતતઃ અનુચિત પ્રતીત થવા છતાં– તેઓની પરમ-હિતકર બુદ્ધિને સૂચક થાય છે. એટલે આ સૂત્રધારા ફલિત થાય છે કે પ્રત્યેક આરાધક-મુમુક્ષુ આત્માએ કમના બંધનથી મુક્તિ રૂપે શાશ્વત, ચિદાનંદમય સવભાવ-પરિણતિ સ્થિરતારૂપ પરમારચદશા મેળવવા સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યકુચારિત્ર ત્રણનો પુનિત ત્રિવેણી સંગમ સાધ ઘટે.” ત્રિકાલાબાધિત અવિચ્છિન્ન-પ્રભાવશાલી પરોપકારી શ્રી જિનેશ્વર-ભગવંતે એ પ્રરૂપેલ પરમેચ્ચ નિગૂઢ પરમ સત્યને સંક્ષિપ્ત-શબ્દોમાં પ્રકાશિત કરનારા બહુમૂલા આ સિદ્ધાંતના મૂલ સ્વરૂપમાં– દ્રવ્ય, ક્ષેત્ર, કાલ કે ભાવની વિષમતા કે વિચિત્રતાથી કોઈપણ જાતને ફેરફાર થતો નથી. કારણ કે આરાધક બનવા ઉત્સુક પ્રત્યેક વિવેકી–પ્રાણી ચોથા કે પાંચમા આરાના કાલભેદે ઓછી-વધતી આરાધના કરે! પણ તેને નામે આરાધકભાવની ન્યૂનતાને વ્યાજબી માનવાની ભૂલ કરે તે ઉચિત નથી;
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy