SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ દેવાધિદેવના–અતિશય [ ૫૭ શ્રી જિનેશ્વરદેવના અતિશયેની વાત પાછળથી કલ્પી કાઢેલી છે એમ બોલનારે સમજવું જોઈએ કે શ્રી સમવાયાંગાદિ મૂલ આગમાં પણ તે વાત કહેલી છે અને ત્યાર પછીના ચાદ પૂર્વધર નિર્યુક્તિકાર મહર્ષિઓથી માંડી પ્રત્યેક પ્રામાણિક ગ્રન્થકારેએ તે વાતનું સમર્થન કરેલું છે. શ્રી અરિહંત પરમાત્માના રૂપનું વર્ણન કરતાં આવશ્યકનિર્યુક્તિ આદિ મૂળ આગમાં ફરમાવ્યું છે કે – " सधसुरा जइरुवं, अंगुट्ठपमाणयं विउविजा। जिणपायंगुटुं पइ न सोहए तं जहिंगालो ॥१॥" “ચારે નિકાયના સર્વ દેવો જે પિતાના રૂપને એક અંગુષ્ઠપ્રમાણ વિદુર્વે, તો તે ( અંગૂઠે ) શ્રીજિનેશ્વરદેવના પગના અંગૂઠા આગળ એક કેલસાની જેમ શોભતા નથી. ૧ [આ નિ. ગા. પ૬૯] શ્રી જિનેશ્વરના બલનું વર્ણન કરતાં શ્રી નિયુક્તિકાર આદિ મહર્ષિઓ ફરમાવે છે કે આ જગતમાં જેમ માણસ કરતાં બળદમાં, બળદ કરતાં ઘોડામાં, ઘોડા કરતાં પાડામાં, પાડા કરતાં હાથીમાં, હાથી કરતાં સિંહમાં, સિંહ કરતાં અષ્ટાપદ વિગેરે પશુઓમાં બળની તરતમાતા પ્રત્યક્ષ પ્રમાણથી અનુભવાય છે તેમ પુણ્યના પ્રભારથી બળદેવ, વાસુદેવ, ચક્રવતી આદિ મનુષ્યોમાં તથા નાગેન્દ્ર, અસુરેન્દ્ર અને સુરેન્દ્ર આદિ દેવામાં પણ બળની તરતમતા રહેલી છે. શ્રીજિનેશ્વરદેવમાં પુણ્યના અતિશય પ્રાગભારથી એ બલ સર્વોત્કૃષ્ટપણને પામેલું છે. કહ્યું છે કે શ્રીજિનેશ્વરદેવની ટચલી આંગલીમાં અનંત ઈંદ્રનું બલ હોય છે અને એ બલનું વ્યાવહારિક માપ કાઢતાં એક સ્થળે ફરમાવ્યું છે કે
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy