SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર [ ૨૧૭ શાસ્ત્રમાં એને “કૈલોક્યશંકર'ની ઉપમા આપી છે–ત્રણે જગતને સુખ કરનારૂં કહેલું છે. શ્રી તીર્થકર દેવના દર્શનથી ઘણું છોને મેક્ષને અનુકૂળ એવો મહાન ભાવપકાર થાય છે અને મહાન પરાર્થ–પરમાર્થ સધાય છે, પરંતુ તે દર્શન કેવળ ચહ્યુપર્યતનું જ નહિ કિન્તુ હૃદયપર્યતનું હોવું જોઈએ. ચક્ષુદર્શન, એ તે પરમાર્થ-તાત્વિક દર્શનનું સાધન માત્ર છે. આ પુસ્તકમાં જણાવેલ અર્થનું આદરપૂર્વક વાંચન, મનન અને પરિશીલન આત્માને યાવત્ પરમાર્થ—દર્શન સુધી લઈ જવાને સમર્થ બનાવે છે. આત્માને પવિત્ર બનાવવાને માટે “દેવદર્શન' એક અતિ સરળમાં સરળ અને ઉચ્ચકોટિની ધર્મક્રિયા છે. પોતાની મનસ્વી કલ્પનાઓ ઉપર જ સઘળો મદાર બાંધીને ચાલવાવાળા આત્માએને તેનું મહત્વ સમજાવું કઠિન છે. એનું મહત્ત્વનહિ સમજાવામાં આજે બીજા પણ ઘણાં કારણો છે. તેમાંનું મુખ્ય કારણ એ છે કેધર્મના કેઈપણ વિષય ઉપર આજે ઉંડા ઉતરીને વિચાર કરવામાં અને વિચાર કરીને નિશ્ચય કરવામાં આવતો નથી. કદાચ વિચાર કરીને નિશ્ચય કરવામાં આવે તો પણ તે નિશ્ચયની પાછળ ખંતથી ફળસિદ્ધિપર્યત મંડ્યા રહેવામાં આવતું નથી. દેવદર્શનાદિ ધર્મક્રિયા માટે પણ તેમજ બને છે. બુદ્ધિશાળી ગણાતા આત્માઓ પણ થોડા વખત મરજીમાં આવે ત્યારે અને મનફાવે તે રીતે તેને કરે છે. અને કઈ પણ કારણસર ન ફાવતું આવે ત્યારે તેને છેડી દે છે. હવે જેઓ નિયમિત કરે છે, તેમાંથી પણ કેટલાક ફળસિદ્ધિ થાય છે કે નહિ? –તેને વિચારવાની તસ્દી જ લેતા નથી. અથવા લૌકિક ફળની સિદ્ધિ દેખાય ત્યાં સુધી તેને
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy