SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર [ ૨૧૫ કે આને આ પુસ્તક દ્વારા એવું સાધન આપવામાં આવે છે, જે શ્રી જિનભક્તિનું પારમાર્થિક સ્વરૂપ સમજાવે અને શ્રી જિનભક્તિનાં કાર્યોમાં અપૂર્વ રસ ઉત્પન્ન કરે. શાસ્ત્રોમાં કહ્યું છે કે 'शुष्केक्षुचर्वणप्रायमविज्ञातार्थमध्ययनं रसतुल्योह्यत्रार्थः, स खलु प्रीणयत्यन्तरात्मानं, ततः संवेगादिसिद्धिः । ' · અર્થ જાણ્યા વિનાનું અધ્યયન શુષ્ક શેરડી–શેરડીના કૂચાને ચાવવા તુલ્ય છે. અર્થ એ રસ તુલ્ય છે. અર્થ અતરાત્માને ખરેખર આનંદ આપે છે અને એનાથી સંવેગાઢિ કાર્યાની ઉત્કૃષ્ટ સિદ્ધિ થાય છે. ' આ પુસ્તકમાં જિનદર્શન, જિનપૂજન અને જિનભક્તિને શાસ્ત્રાનુસારી અર્થે આપવાના જ પ્રયાસ કરવામાં આવ્યે છે. એ અર્થ આત્માને અત્યંત આનંદ આપનારા છે : શ્રી જિને}; શ્વાની સાચી પીછાન કરાવનારા છે : તથા શ્રી જિનેશ્વરદેવાના સ્વરૂપથી અનાદિ કાળ થયાં અપરિચિત રહેલા આત્માઓને સુપરિચિત બનાવનારા છે. દેવદર્શનના અર્થ વાંચનાર, વિચારનાર,સમજનાર, હૃદયમાં ઉતારનાર, સ્થિર કરનાર તથા એની સાથે વારંવાર પરિચય સાધનાર આત્મા જેમ જેમ દેવદર્શનાદિ ક્રિયામાં વિધિપૂર્વક પ્રવૃત્ત થતા જાય છે, તેમ તેમ મિથ્યાત્વરૂપી વિષનું વમન થતું જાય છે, સમ્યક્ત્વ રૂપી અમૃતનું પાન થતું જાય છે અને અનાનિા ભવરાગ જોતજોતાંમાં નષ્ટ થઇ જાય છે. પરપરાએ મુક્તિ ૧–શ્રી અનુયાગદ્વાર સૂત્રમાં ફરમાવ્યું છે કે કાઇ પણ સૂત્રનું અધ્યયન વિધિપૂર્વક થવું જોઇએ. વિધિ દર્શાવતાં ફરમાવ્યું છે — [ વધુ નેોંધ ૨૧૬ મા પાનામાં ]
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy