SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ ] દેવદર્શન અને મનુષ્યલકમાં રહેલાં બીજા અશાશ્વત ચઢ્યોની યાત્રાએ જવાના, ઉલ્લેખ મળે છે. તે એમ સિદ્ધ કરે છે કે-જ્ઞાની મહષિઓને પણ વીતરાગનું ધ્યાન કરવા માટે વીતરાગનાં બિબેનું જ એક શરણ સ્વીકારવું પડે છે. ત્રણે ભુવનમાં વીતરાગનાં બિબો. અને ચિત્ય દ્વારા જે ઉપકાર થઈ રહ્યો છે તે અનુપમ છે પરંતુ તેની કદર જ્ઞાની આત્માઓ જ કરી શકે છે અને એ કારણે ચાર જ્ઞાનના ધણુ શ્રી ગૌતમગણધર' તથા શ્રુતકેવલીભગવાન શ્રી ભદ્રબાહુસ્વામી આદિ પૂર્વધર અને બીજા શ્રુતકેવળી મહાપુરૂષોએ પણ ત્રણે લોકમાં રહેલાં શાશ્વત અને અશાશ્વત શ્રી જિનચૈત્ય અને શ્રી જિનબિંબને નમન, વન્દન અને ભક્તિ કરવા માટે તત્પરતા દાખવી છે. શાસ્ત્રો ફરમાવે છે કે આ પચમ કાળમાં તરવાનાં બે સાધન છે. એક તે શ્રી વીતરાગનું આગમ અને બીજું શ્રી વીતરાગનું બિબ. વીતરાગનાં આગમ જડ કાગળ અને શાહી. વિગેરેનાં બનેલાં છે. વીતરાગનાં બિંબ જડ પાષાણ અને ધાતુ વિગેરેનાં બનેલાં છે. બન્ને જડ હોવા છતાં, ચિતન્યને વિકસાવનારાં છે. એ બે જડ વસ્તુઓ જ આ જગતમાં એવી છે કે-જે આત્માની અંદર ભરાયેલી સઘળી જડતાને ઉછેદ, ૧. ભગવાન શ્રી ગૌતમ મહારાજાએ રચેલ શ્રી જગચિન્તામણિ નામના પ્રસિદ્ધ ચિત્યવન્દનમાં સર્વ લેકમાં રહેલ શાશ્વત–અશાશ્વત ચૈત્ય અને બિબોને નમસ્કાર કર્યો છે. ૨. આવશ્યકનિર્યુક્તિ આદિ ગ્રન્થમાં શાશ્વત–અશાશ્વત તીર્થોનાં વર્ણને તથા તેની ભક્તિનાં શુભ ફળને વિસ્તૃત નિર્દેશ કરેલ છે.
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy