SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનભવનમાં તજવા યોગ્ય આશાતનાઓ [ ર૦૫ ૧૩–અગ્રપૂજા માટે ચેખા, બદામ વિગેરે ઘેરથી નહિ લઈ જવા અને માત્ર પૈસો-પાઈ મૂકીને સંતોષ માનવો. ઘેરથી લઈ જવામાં આવે તે પણ દાબડી, ઝેળી કેરૂમાલમાં નહિ લઈ જતાં, છાપા વિગેરે કાગળમાં લઈ જવા અને પછી તે કાગળના ટૂકડાઓને મંદિરમાં કે. બહાર રખડતા મૂકવા. ૧૪-મંદિરમાંથી બહાર નીકળતી વખતે ભગવાનને પૂંઠ ન. પડે તે રીતિએ નીકળવું જોઈએ, તેના બદલે બેદરકારીથી ગમે તે રીતિએ નીકળવું. ૧૫-મંદિરનાં નિર્માલ્ય પુષ્પ વિગેરે તથા પ્રક્ષાલનાનાં જલ. વિગેરેની રીતસર વ્યવસ્થા ન કરવી. ૧૬–વાસી પુષ્પાદિ ચઢાવવાં. ૧૭-છતી શક્તિએ પ્રભુના પ્રક્ષાલન આદિમાં ઘરનું દૂધ અને. ઘી વિગેરે ન વાપરવું. ૧૮-શ્રી જિનેશ્વરદેવના મંદિરના પગથીએ બેસીને વહેપાર- ધંધા તથા સંસારવ્યવહારની વાત કરવી. ૧૯-શ્રી જિનમંદિરની અંદર પરસ્પર મેળાપ થાય ત્યારે. એક-બીજાની ખબર-અંતર પૂછવી. ૨૦-દર્શન તથા પૂજન આદિ કરતી વખતે મોટા-નાનાને. | વિનય ન સાચવવો. ૨૧-ચત્યવંદન તથા સ્તવનાદિ બોલતી વખતે તથા ઘંટાદિ વગા ડતી વખતે બીજાઓને વ્યાઘાત થાય તેની દરકાર ન કરવી. ૧-આ દોષ ખાસ કરીને સ્ત્રીઓ તરફથી વિશેષ સેવવામાં આવું છે, પણ તે મોટી આશાતના રૂપ હેવાથી તેને એકદમ ત્યાગ. કરી દેવો જોઈએ.
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy