SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ટ શ્રી જિનભવનમાં તજવા યોગ્ય આશાતનાઓ [૨૭૧ ૨–શ્રી જિનમંદિરમાં પ્રવેશ કર્યા બાદ બીજાઓને અંતરાય - થાય, તે રીતિએ દર્શન-પૂજન-સ્તવન વિગેરે કરવાં. [૨૦૦ મા પાનાથી આગળની નોંધ.] ૨-ત્રણ પ્રદક્ષિણુ ભગવંતની અથવા ભગવંતના ગભારાની ચારે આજુ ત્રણ પ્રદક્ષિણાવર્ત પદ્ધતિએ ભ્રમણ કરવું. ત્રણ વાર પરિભ્રમણ કરવું, એ જ્ઞાન-દર્શન–ચારિત્ર રૂપી રત્નત્રયીની પ્રાપ્તિનું સૂચક છે. ૩-ત્રણ પ્રણામઃ શ્રી જિનેશ્વરદેવને જોતાં જ અનુક્રમે (૧) બે હાથ જોડવા, (૨) અડધું અંગ નમાવવું અને (૩) પંચાંગ પ્રણિપાત કરો. ૪-ત્રણ પૂજા : (૧) પુષ્પાદિ વડે અંગપૂજા, (૨) નૈવેદ્યાદિ વડે અમપૂજા અને (૩) તેત્રાદિ વડે ભાવપૂજા. પ-ત્રણ અવસ્થાઓનું ભાવવું: (૧)પિંડસ્થ પ્રભુની જન્મ-અવસ્થા, રાજ્ય-અવસ્થા અને શ્રમણ--અવસ્થાને વિચારવી. (૨) પદસ્થ–પ્રભુની કેવળજ્ઞાન પામ્યા બાદની તીર્થંકર-અવસ્થાને ભાવવી અને (૩) રૂપાતીતપ્રિભુની નિર્વાણ પામ્યા બાદની અરૂપી સિદ્ધ-અવસ્થાને ભાવવી. –ત્રણ દિશાએ જવાનું વર્જવું પ્રભુની સન્મુખ દિશાને છોડી "ઉંચે, નીચે અને તીખું અથવા જમણી, ડાબી અને પાછલી દિશાએ જેવાને ત્યાગ કરવો. ૭-ત્રણ વાર પદભૂમિનું પ્રમાર્જન કરવું: પગ મૂકવાની અને બેસવાની ભૂમિને વસ્ત્રના છેડા વડે ત્રણ વાર પૂજવી. ૮-ત્રણ આલંબનઃ (૧) વર્ણાલંબન-ચૈત્યવંદન સૂત્રના અક્ષરોનું શુદ્ધ ઉચ્ચારણ અને બોલતી વખતે તેમાં જ ઉપગ, (૨) અર્થાલંબનએલતી વખતે સૂત્રના અર્થમાં જ ઉપયોગ અને (૩) પ્રતિમાદિઆલંબનજેની આગળ ચિત્યવન્દનાદિ કરવામાં આવે છે, તે પ્રતિયાદિને વિષે જ દષ્ટિ અને ચિત્તની એકાગ્રતા. [ વધુ નોંધ ૨૦૨ મા પાનામાં.'
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy