SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ દેવદર્શન પ્રસિદ્ધ તે તે મતના પ્રણેતા દિવ્ય પુરૂષને ગણેલા છે. તે દેવ અને ગુરૂની પૂજાથી આત્માની સાથે લાગેલ સહજ કર્મમલ એ થાય છે અને એ સહજ કર્મમલ ઓછો થવાથી આત્માની સહજ-અનાદિસિદ્ધ યોગ્યતાઉત્તમતા આવિર્ભાવ પામે છે. ઉત્તમતા પ્રગટવાથી સદાચાર અને તપનું સામર્થ્ય પ્રગટે છે. તથા સદાચાર અને તપના બળથી મુક્તિ, મુક્તિનાં સાધનો અને મુક્તિના સાધક મહાપુરૂષ પ્રત્યેનું માત્સર્ય નાશ પામે છે. એ નાશ પામવાથી મુક્તિ પ્રત્યે અનુરાગ પ્રગટે છે અને એ અનુરાગ અનુક્રમે સર્વ કલ્યાણના આકર્ષણનું અવધ્ય કારણ બને છે. દેવ અને ગુરૂનું પૂજન આ રીતે ઉત્તરોત્તર કલ્યાણ પ્રાપ્તિનું પરમ અંગ બને છે. તેનું મુખ્ય કારણ એ છે કે એ પૂજનની પાછળ ગુણબહુમાનને ભાવ હોય છે અને ગુણબહુમાનને ભાવ એ ચિત્તને અતિ વિશુદ્ધ આશય હોવાથી કર્મનિર્જરાનું અમોઘ સાધન બને છે. અનાદિ ભવચકમાં પરિભ્રમણ કરતા સર્વ કેઈ આત્માઓ પ્રથમથી જ શુદ્ધ હેતા નથી. કિન્તુ કર્મમલથી વ્યાપ્ત હોય છે. એ દશામાં સર્વ આત્માઓને કદી પણ નહિ જોયેલી કે નહિ અનુભવેલી એવી મુક્તિ, તેનાં સાધન અને સાધક પ્રત્યે અનુરાગ પ્રગટે એ અસંભવિત પ્રાય: છે. કિન્તુ તે સર્વ પ્રત્યે માત્સર્ય, અરૂચિ અને અપ્રીતિ હેય એ સંભવિત પ્રાય: છે. એ રીતે મુક્તિ પ્રત્યે અનુરાગને અભાવ અને અપ્રીતિને સદ્દભાવ જ્યાં સુધી હોય ત્યાં સુધી મુક્તિ માટે સદાચારનું પાલન કે તપનું સેવન પણ ન હોય એ સંભવિત છે. એ ન હોય ત્યાં
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy