SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ ] દેવદર્શન બ્રહ્મહત્યાનું, સુરાપાનનું, ચેરીનું તથા વ્રતભંગનું પ્રાયશ્ચિત્ત મહાપુરૂષોએ બતાવ્યું છે. કિન્તુ કૃતનને માટે પ્રાયશ્ચિત્ત છે જ નહિ” (૧) શ્રી જિનેશ્વરદેવ એ સર્વશ્રેષ્ઠ ઉપકારી છે. તેથી તેમની પૂજામાં પ્રવર્તન નહિ કરનારે કૃતન બને છે અને પ્રાયશ્ચિત્ત માટે પણ નાલાયક થાય છે. ૩ અહંકાર–અહંકાર એ ભયંકર કટિને દુર્ગુણ છે. અહંકાર એ એક પ્રકારને હૃદયને ઉન્માદ છે. અહંકાર વડે ક્રોડે ભએ પણ ન છૂટે તેવું નીચગોત્રકર્મ જીવ ઉપાર્જન કરે છે. તેને પરિણામે પ્રત્યેક ભવમાં તેને નીચકુળાદિમાં ઉત્પન્ન થવું પડે છે. અહંકારી આત્મા અહંકારનાયેગે જ્ઞાનીને વિનય કરી શકો નથી. વિનય વિના વિદ્યા કે જ્ઞાન મળતું નથી. જ્ઞાન વિના વિરતિ, સંવર કે તપની પ્રાપ્તિ થઈ શકતી નથી. અને તપ વિના નિર્જરા, કર્મક્ષય કે મોક્ષની પ્રાપ્તિ થતી નથી. જે આત્મા ગુણની પૂજામાં જોડાતો નથી, તે આત્મા મિથ્યાઅહંકાર વડે પિતાની સામે આવતી સર્વ પ્રકારની સંપત્તિઓને લાકડીના પ્રહાર વડે અટકાવે છે. વિનયવાન આત્મા સર્વ પ્રકારની સંપત્તિએનું ભાજન થાય છે. અહંકારી આત્મા સામે આવતી કલ્યાણની પરમ્પરાઓને મૂળથી જ રેકે છે. શ્રી જિનેશ્વરદેવ જેવા લેકથાનાયક અને જગતપૂજય દેવાધિદેવની પૂજા કરતાં જે શરમાય છે અગર પિતાની માનહાનિ સમજે છે, તે આત્મા મહામદથી સસ્ત છે અને શૂટિમાત્ર વિષયના સંગથી પોતાની જાતને અજરામરવત્ માનનારો ભયંકર અજ્ઞાની છે. એટલું જ નહિ પણ પિતાની અતિશય અધમતમ દશાને સૂચવનાર છે.
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy