SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ પ્રકરણ–છવ્વીસમું. શ્રીજિનપૂજનથી ત્રણ ગુણની સિદ્ધિ છે. ૧ ગુણબહુમાન, ૨પ કૃતજ્ઞતા અને ૩ વિનય. ૧ ગુણબહુમાન–શાસ્ત્રકાર મહર્ષિએ ફરમાવે છે કે ‘गुणबहुमानिनो हि जीवा बहुमानद्वारोपजातावन्ध्यपुण्यप्रबन्धसामर्थ्यान्नियमादिहाऽसुत्र च शरच्छशधरकरनिकरगौरं गुणग्राममवश्यमवाप्नुवन्ति, तद्वहुमानाशयस्य चिन्तारत्नादप्यधिकशक्तियुक्तत्वात् ।' ગુણો પ્રત્યે બહુમાન ધારણ કરનારા છે, એ બહુમાનદ્વારા ઉપાર્જન કરેલ અવષ્ય પુણ્ય સમૂહના સામર્થ્યથી, આલેક અને પરલોકમાં શરઋતુના ચંદ્રકિરણના સમૂહ જેવા ઉજજવળ ગુણ સમુદાયને અવશ્ય પ્રાપ્ત કરે છે. કારણ કે ગુણ બહુમાનનો આશય–અધ્યવસાય ચિન્તામણિરત્ન કરતાં પણ અધિક શક્તિથી યુક્ત છે.” શ્રી જિનેશ્વરદેવનું પૂજન કરનાર શ્રી જિનેશ્વરદેવના વીતરાગતાદિ અનંત ગુણોનું બહુમાન કરે છે. તેથી એ બહુમાન દ્વારા તે અનંત પુણ્યને ઉપાર્જન કરે છે. શ્રી સિજૂરપ્રકારના કર્તા શ્રી સેમસુંદરસૂરીશ્વરજીએ ફરમાવ્યું છે કે – 'यः पुष्पैजिनमर्चति स्मितसुरनोलोचनैः सोऽर्च्यते, यस्तं वंदत एकशस्त्रिजगता सोऽहनिशं वन्द्यते । यस्तं स्तौति परत्र वृत्रदमनस्तोमेन स स्तूयते, यस्तं ध्यायति क्लप्तकर्मनिधनः स ध्यायते योगिभिः ॥१॥'
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy