SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૫૩ શક્રસ્તવ–ભાવજિનેશ્વરનું સ્વરૂપ આત્મધર્મને ચક્ષુ કહેવાય છે. બીજાએ તેને “શ્રદ્ધા” કહે છે. ચક્ષુ વિહીનને જેમ વસ્તુતત્વનું દર્શન થતું નથી. તેમ શ્રદ્ધારૂપી ચક્ષુથી રહિતને પણ કલ્યાણકર વસ્તુ-તત્ત્વનું દર્શન થતું નથી. આ શ્રદ્ધા ધર્મકલ્પવૃક્ષના અવધ્યબીજભૂત છે અને તે ભગવાનથી જ પ્રાપ્ત થાય છે માટે ભગવાન તેના આપનાર છે. મજાવીમાર્ગને આપનારા વિશિષ્ટ ગુણસ્થાનકની પ્રાપ્તિ કરાવનાર સ્વાભાવિક ક્ષપશમવિશેષને માર્ગ કહેવાય છે. બીજાઓ તેને “સુખા' કહે છેઆ “સુખા'–વિશિષ્ટ ગુણસ્થાનકની પ્રાપ્તિ કરાવનાર ક્ષપશમવિશેષ, ભગવાનથી જ પ્રાપ્ત થાય છે, તેથી ભગવાન માર્ગના આપનાર છે. રાખવા=શરણને આપનારા: ભયથી પીડિતને રક્ષણ આપવું તે શરણ કહેવાય છે. બીજાઓ તેને “વિવિદિષા” કહે છે. સંસારકાંતારમાં પડેલા અને અતિપ્રબળ રાગાદિથી પીડિત થયેલા પ્રાણીઓને “વિવિદિષા”—તત્ત્વ ચિન્તારૂપ અધ્યવસાય સમાધાસક૫–આશ્વાસન તુલ્ય છે. તત્વ-ચિન્તારૂપ અધ્યવસાયથી તત્ત્વવિષયક શુશ્રુષા, ગ્રહણ, ધારણ, વિજ્ઞાન, ઉહાપોહ અને તત્વાભિનિવેશાદિ પ્રજ્ઞા-બુદ્ધિના ગુણે પ્રાપ્ત થાય છે. તત્વચિન્તારૂપ અધ્યવસાય વિનાને તે ગુણે સત્ય હેતા નથી. કિન્તુ મિથ્યા-આભાસ માત્ર હોય છે. સ્વાર્થ સાધવામાં અસમર્થ હોય છે. તત્વચિન્તારૂ શરણુ ભગવાનથી પ્રાપ્ત થાય છે, માટે ભગવાન શરણને આપનારા છે.
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy