SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮] દેવના " किं कर्पूरमयं सुधारसमयं किं चन्द्ररोचिर्मयम् , किं लावण्यमयं महामणिमयं कारुण्यकेलिमयं । वश्वानन्दमयं महोदयमयं शोभामयं चिन्मयम्, शुक्लध्यानमयं वर्जिनपतेर्भूयाद् भवाऽऽलम्बनम् ॥१०॥" જિનેશ્વરદેવનું શરીર શું કપૂરમય છે? અમૃતરસમય છે? ચન્દ્રકિરણમય છે? લાવણ્યમય છે? મહામણિમય છે? કારૂણ્યની કેલિ–કીડારૂપ છે? સમસ્ત આનંદમય છે? મહાદયમય છે? શોભામય છે? જ્ઞાનમય છે? કે શુક્લ ધ્યાનમય છે? ગમે તે પ્રકારનું જિનપતિનું શરીર સંસારમાં પડતા પ્રાણીઓને આલંબન રૂપ થાઓ. ૧૦ " श्रेयः संकेतशाला सुगुणपरिमलैजेंयमन्दारमाला, छिन्नव्यामोहजाला प्रमभरसरःपूरणे मेघमाला । नम्रश्रीमन्मराला वितरणकलया निर्जितस्वर्गिशाला, त्वन्मूर्तिःश्रीविशाला विदलतु दुरितं नंदितक्षोणिपाला॥११॥" હે ભગવન ! કલ્યાણની સંકેતશાલા જેવી, સદ્દગુણની સુવાસવડે જીતી છે કલ્પવૃક્ષના પુષ્પોની માલા જેણે એવી, મેહની જાળને છેદી નાંખનારી, આનંદના સમૂહરૂપ સરોવરને પૂરવામાં મેઘમાળા જેવી, નમ્યા છે એશ્વર્યધારી મનુષ્યરૂપી હંસે જેને એવી, દાનની કળાથી જીતી છે દેવકની શાળા જેણે એવી અને આનંદિત કર્યા છે પૃથ્વી પાલક રાજા મહારાજાઓને જેણે એવી તથા વિશાળ શોભા-સંપત્તિવાળી આપની મૂર્તિ સર્વ જીના પાપને દળી નાંખે-દૂર કરે. ૧૧
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy