SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીજિન-પૂજન-વિધિ [૯૧ - અન્ય ગ્રન્થમાં પાપચારી, અપચારી, સર્વોપચારી તથા ત્રણ પ્રકારની પૂજા અન્ય રીતે પણ કહી છે. પોપચાર પૂજા–ઉપચાર એટલે પૂજાની સામગ્રીપુષ્પ, અક્ષત, ગંધ, ધૂપ અને દીપ અથવા જળ, ચન્દન, પુષ્પ, ધૂપ અને દીપ એમ પાંચ પ્રકારની પૂજા કહી છે. અોપચાર પૂજા–પુષ્પ, અક્ષત, ગંધ, દીપ, ધૂપ, નેવેદ્ય, ફળ અને જળ. એમાં જળપૂજા પ્રથમ કરવાની છે. પછી ગંધ (વિલેપન), પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફળ અથવા ફળ અને પછી નૈવેદ્ય. સર્વોપચાર પૂજા—પૂજાને યોગ્ય સર્વ પ્રકારની વસ્તુઓ વડે પૂજા કરવી તે. સત્તરભેદી, એકવીસ પ્રકારી, એકસો આઠ પ્રકારી ઈત્યાદિ. અંગ, અગ્ર અને ભાવ એ ત્રણે ભેદેથી પૂજા કરવી, તે પણ સર્વોપચારી પૂજા કહેવાય છે. અંગપૂજાને વિપશામિકા–વિને શમાવનારી, અગ્રપૂજાને અભ્યદયસાધની–સ્વર્ગાદિ સંપત્તિને આપનારી તથા ભાવપૂજાને નિવૃત્તિકારિણું–અવ્યાબાધ સુખ સ્વરૂપ મુક્તિને આપનારી કહેલી છે. અંગપૂજા–એટલે પ્રભુના શરીર સંબંધી પૂજ. પ્રથમ નિર્માલ્ય ઉતારવું, મોરપીંછીથી પ્રમાર્જના કરવી, પંચામૃતથી અભિષેક કરે, એગલુછણું કરવાં, વિલેપન કરવું, નવ અંગે પૂજા કરવી, પુષ્પ ચઢાવવાં, અંગરચના કરવી, કસ્તુરી આદિવડે પ્રભુના શરીરે પત્ર વિગેરેની રચના કરવી, આભૂષણ પહેરાવવા ઈત્યાદિ.
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy