________________
૯ ૬૮ :
જ્ઞાન પ્રદીપ,
દેખાડી રહ્યો છે, જેની ખટાઈપિતાને સ્વાર્થ પૂરો થયા પછી ફિકે-ઝા પડી જવાથી સ્પષ્ટ જણાઈ આવે છે. - સ્નેહ, રાગ અને પ્રેમ એક જ પ્રકારના ભાવને ઓળખાવનાર નામે છે. આ સર્વની ઉત્પત્તિનું મૂળ એક જ છે; અને તે મોહ છે. મોહ મૂળ છે, રાગ થડ છે અને કામરાગ, સ્નેહરાગ, દષ્ટિરાગ આદિ જે જે ભાવોથી હદય રંગાઈ જાય છે તે સઘળાં તેનાં ડાળાં છે. મેહરૂપી મૂળ સુકાઈ જવાથી થડ તથા ડાળાં સઘળું ય સુકાઈ જાય છે, પછી તેની ગંધ પણ આત્મામાં હોતી નથી, કારણ કે રાગ તથા સ્નેહ કાંઈ આત્માના ધર્મ નથી, પણ આત્માના ઉપર આડાં આવી ગયેલ જડના જ પડછાયા છે. સ્ફટિક રત્નને તે શુદ્ધ વેત પ્રકાશ હોય છે; પરંતુ જ્યારે શ્યામ વસ્ત્ર આડું આવી જાય છે ત્યારે શ્યામ-કાળી આભા સ્ફટિકની દેખાય છે, તેથી કાંઈ સ્ફટિક કાળું હોતું નથી.
આત્માનું રંગાવું મેહ-કર્મરૂપી જડ વસ્તુથી થાય છે. જેમ ધળું વસ્ત્ર હોય અને તેને લાલ, પીળું, કાળું બનાવવા વસ્ત્રથી ભિન્ન રંગ ચઢાવવો પડે છે પણ વસ્ત્ર પોતે પોતાના સ્વરૂપે રંગાતું નથી તેમ આત્મા પોતાના સ્વરૂપથી રંગાતે નથી, પણ પર-જડ વસ્તુથી રંગાય છે. રંગ ઉતરી ગયા પછી પાછું પોતાનું સ્વરૂપે પ્રગટ થાય છે તેમાં રંગને અંશમાત્ર પણ રહેતું નથી.
આ પ્રમાણે રંગ ચઢી જવાથી આત્માનું મૂળ સ્વરૂપઢંકાઈ જાય છે, અને તે પરસ્વરૂપે ઓળખાય છે. જેમકે-ક્રોધી, માની, લેલી, મનુષ્ય, પશુ, પક્ષી વિગેરે વિગેરે. આ સઘળા ય રૂપ કર્મરૂપી જડના આકારે છે. બાકી આત્મામાં તે કઈ પણ પ્રકારને આકાર નથી, તે તો એક જ સ્વરૂપે રહેનારે છે. લાલ,