________________
: ૫૬ :
જ્ઞાન પ્રદીપ.
પણ મળી શકતું નથી; માટે પુદગલાનંદી જીવને આનંદ જડાસક્ત જગતને આધીન છે.
જે જડની રચના આજે સુંદર લાગે છે તે જ રચના અમુક સમય જતાં અસુંદર લાગે છે. અર્થાત્ એક જ પ્રકારની રચના કાળાંતરે જગતની પ્રકૃતિને અનુસરીને પરિવર્તનશીલ થાય છે, અને તેને લઈને આનંદમાં પણ અસ્થિરતા ઉત્પન્ન થાય છે.
એક વખત વાડીઓ ગમતી, આજે બાગે ગમે છે; એક વખત ઈંટ-ચૂને-માટી-લાકડાના બનેલાં છાપરાવાળાં ઘરે ગમતા, અત્યારે સીમેન્ટ–લોઢું-કાંકરી-કપચીથી બેસીંગ ભરેલા ધાબાવાળા બંગલાઓ ગમે છે; એક વખત જાડાં કપડાં ગમતાં, અત્યારે ઝીણાં ગમે છે, એક વખત ભવાઈ ગમતી, અત્યારે નાટક સિનેમા ગમે છે; એક વખત શુદ્ધ વસ્તુઓથી ઘરે બનાવેલું સ્વચ્છ ભજન ગમતું, અત્યારે હોટલનું બનેલું અશુદ્ધ અને અભક્ષ્ય ભેજન ગમે છે; એક વખત પાઘડી ગમતી, અત્યારે ટોપી ગમે છે અને વખત વ્યતીત થતાં ઊઘાડું માથું એક વખત ધોતીયા ગમતાં, અત્યારે લેંઘા ગમે છે-આ પ્રમાણે જડ જગતમાં ફેરફાર થવાથી પુદ્ગલાનંદી જીવને આનંદ મેળવવા ઘણી જ અગવડતા નડ્યા કરે છે. પૌદ્ગલિક આનંદના સાધન હોવા છતાં પણ પ્રાણી પદ્ગલિક આનંદ મેળવી શકતા નથી. પુદગલાનંદી સમગ્ર સંસાર-દુનિયાને રાજી કરી પિતે રાજી થવા તનમન-ધનને છૂટથી ઉપયોગ કરવામાં જરા ય કંજુસાઈ કરતું નથી, કારણ કે ઉપર જોઈ આવ્યા તેમ જડાસક્ત જીવોને પગલિક આનંદ આધીન હેવાથી આનંદનું સાધન તૈયાર કરવામાં તેવા જીની સમ્મતિ લેવી પડે છે, અને તેમ કરવામાં તન-ધનને પુષ્કળ વ્યય કરવો પડે છે. સંસારમાં ભ્રમણ કરતાં અનંતી પુન્યરાશિના યોગે