SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ |ઃ ૫૪ : જ્ઞાન પ્રદીપ. -~- ~~-~- ~ ~ ~-~અન્ય ખાવાના પદાર્થો દુર્ગંધમય તથા અશુચી છે, કે જે ખાધાપીધા પછી પરિણામે આપણને પ્રત્યક્ષ થાય છે. વસ્તુઓ નિરંતર એક રૂપે રહેતી નથી, પ્રત્યેક પળે બદલાતી જ રહે છે. બાળ હોય છે તે જુવાન થાય છે અને જુવાન થાય છે તે ઘરડા થાય છે. સંસારમાં કઈ કઈને બચાવી શકતું નથી, બધા મરણ આધીન છે, બધું ય નાશને આધીન છે, કાળ-મૃત્યુ વસ્તુમાત્રને વિનાશ કરી નાખે છે, લક્ષ્મી ચંચળ છે, આયુષ્ય પાણીના પરપોટા જેવું અસ્થિર છે વિગેરે વિગેરે. આ પ્રમાણે જડના ગુણ તથા વિકારમાં મુક્તાત્માઓ દેષ જોવાની ભલામણ કરી ગયા છે અને તે વાસ્તવિક છે; કારણ કે જડના ગુણ આત્મા માટે દેષસ્વરૂપ છે, તેને જ્યાં સુધી ગુણ માની આત્મા ગ્રહણ કરતા રહેશે ત્યાં સુધી પોતાના આનંદસ્વરૂપને પ્રગટ કરી શકવાને નથી; માટે દુઃખથી શાશ્વતી મુક્તિ અને ગુણસ્વરૂપ શાશ્વત આનંદ મેળવવાની ઈચ્છાવાળા આત્માઓને જડના ગુણમાં રહેતી અતાવિકી દષ્ટિથી નિવૃત્ત થઈને દોષરષ્ટિ બનાવવાની અત્યંત આવશ્યકતા છે.
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy