SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષમા-સહિષ્ણુતા, .: ૪૩ ૪ માટે જેમ કેહી જઈ કીડાથી ખદબદ થતા શરીરવાળા કૂતરાને કેઈ પણ ઘરમાં પેસવા દેતું નથી, મારીને બહાર હાંકી કાઢે છે તેવી જ રીતે દરેક આત્માએ રાગ-દ્વેષ પિતાના ઘરમાં પેસવા આવે તે સર્વદેશીય ક્ષમારૂપ દંડને પ્રહાર કરી આત્મઘરમાં પેસવા ન દેતાં બહાર હાંકી કાઢવા. આ પ્રમાણે પ્રત્યેક આત્મા રાગ-દ્વેષના ઉપદ્રવથી મુક્તિ મેળવી સદાને માટે સુખસ્વરૂપ, આનંદસ્વરૂપ બની શકે છે. સહન થવે અહિત થઇને તમને મારાવિયા અનુકૂળ ઉપસર્ગો સહન કર્યા સિવાય માત્ર પ્રતિકૂળ ઉપસર્ગો સહન કરવાથી વીતરાગ દશા પ્રાપ્ત થઈ શકતી નથી. પ્રતિકૂળ ઉપસર્ગો સહન કરવામાં એટલી કઠણાઈનથી પડતી જેટલી કઠણાઈ અનુકૂળ ઉપસર્ગો સહન કરવામાં નડે છે. દ્વેષને ઉપદ્રવ તે સહન પણ થઈ શકે છે, પરંતુ રાગને ઉપદ્રવ સહન થવો બહુ જ મુશ્કેલ છે. કેઈ માણસ કેઈના પ્રતિપછી તે ત્યાગી હે-કોધિત થઈને તાડના-તર્જના કે બિભિત્સ વચન બેલી પ્રતિકૂળ આચરણ કરે તે સામેને માણસ સમજુ કે સુધ હોય તો આ બધું ય સહન કરી લે છે, કમને વિપાક વિચારી તેને પ્રતિ વૈર-વિરોધની ભાવના રાખતું નથી, પણ કઈ સજજન પ્રકૃતિને માણસ છતા અછતા ગુણેનું કીર્તન કરે; જેમ કે-આપ તે દાનવીર છે, ધર્મના થાંભલા છે. આપે ધર્મના કાર્યો કરવામાં અનેક પ્રકારે ઉદારતા વાપરી છે, આપ હજારેના પાલણહાર છે અથવા તે આપ મહાન તપસ્વી છે, મહાજ્ઞાની છે, આત્માથી છે, શાસનના સંરક્ષણ છે, સધ્ધર્મના સંચાલક છે, લાખોના તારણહાર છે-વિગેરે વિગેરે. અને બહુ જ માન જાળવી વિનયથી વર્તે તેમ જ વિચાર તથા વર્તનની અનુકૂળતા સાચવે તે તેને સહન કરી શકતા નથી, તેના પ્રતિ રાગ કર્યા
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy