SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સુખની શોધમાં ચાખે છે, તેને પછી ભૂગજન્ય સુખ ભાવતું નથી, તેમ જ સરખાઈ આનંદ પણ મળી શકતો નથી. મહાત્મા પુરુષો ત્યાગજન્ય સુખથી તૃપ્ત થએલા હેવાથી તેમની સરખાઈ વૃત્તિઓ લેગ તરફ જતી નથી, કારણ કે તેઓ ભેગને રોગો માને છે પણ સુખ માનતા નથી. ભેગે ભેગવતા સુધી જ મીઠા લાગે છે, પણ પાછળથી તેનાં ફળ ઘણાં જ કડવાં હોય છે. ભેગે ભગવ્યા પછી ભેગના સુખને અંશ પણ રહેતો નથી. તમે મિષ્ટાન્ન ખાઓ છો તેને સ્વાદ જ્યાં સુધી જીભ પર હોય છે ત્યાં સુધી જણાય છે. પેટમાં ગયા પછી તેને સ્વાદ લેશ માત્ર પણ જણાતું નથી એટલું જ નહિં પણ તે પછી કોઈ પણ દિવસ ખાધેલા મિષ્ટાન્નને આનંદ મળી શકતો નથી. નાટક જોવામાં પણ જ્યાં સુધી જુઓ ત્યાં સુધી જ આનંદ, પછી તે આનંદને અંશ પણ રહેતું નથી. આવી જ રીતે બીજી ઈદ્રિયોના વિષયો પણ ભેગજન્ય હોવાથી ક્ષણિક અને મિથ્યા આનંદવાળા હોય છે. સાચા આનંદ તથા સુખને માટે કઈ પણ પ્રકારના ભેગોની જરૂરત રહેતી નથી, કારણ કે સુખ તથા આનંદને ભેગવનાર આત્મા છે. તે આત્માના અંદર રહેલા આનંદ ભેગરૂપી આવરણો ખસી જવાથી પ્રગટ થાય છે. તે સંપૂર્ણ પ્રગટ થયા પછી કોઈપણ કાળે જતો ન હોવાથી આત્માને તે આનંદના માટે ભાગોની આવશ્યકતા રહેતી નથી. જેમકે –કેઈમાણસ ગરીબ હોય અને તેને શ્રીમંત થવું હોય છે ત્યારે તે માણસ બીજાની પાસેથી વ્યાજે પૈસા લઈને વ્યાપાર કરે છે. જ્યારે તે વ્યાપારમાં લાભ મેળવી સારે પૈસે કમાય છે ત્યારે તે વ્યાજે લીધેલા
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy