SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૦૮ : જ્ઞાન પ્રદીપ. વિપત્તિથી બહુ જ દુખી થાઓ છો ત્યારે પરમાત્માની પાસે હાથ જેડી પ્રાર્થના કરી માફી માગે છે અને કહે છે કેઃ હે પ્રભો ! મારા અપરાધને માફ કરે. હું ભૂલી ગયે. હવે ફરીથી આવાં અધમ-નીચ પાપકૃત્યે નહિ કરું.” પણ આ પ્રમાણે પ્રભુ આગળ તમે જૂઠું બોલે છે; કારણ કે તમે ભૂલથી ગુનેગાર નથી બન્યા, પણ જાણીબૂઝીને ક્ષણિક સુખ તથા આનંદના માટે પાપ કરીને પ્રભુના ગુનેગાર બન્યા છે. જે તમે ભૂલથી ગુને કર્યો હોય તે ગુને કર્યા પછી તરત જ પશ્ચાત્તાપપૂર્વક સખેદ ઉદાસવૃત્તિથી પ્રભુ પાસે માફી માગત; પણ જ્યાં સુધી ગુનાની સજા ભોગવવાનો વખત ને આવ્યો ત્યાં સુધી તે તમે ગુના કરીને ખૂબ રાજી થતા હતા, પણ જ્યારે ચારે તરફથી તમને દુઃખે ઘેરી લીધા ત્યારે તમે પ્રભુ પાસે માફી માગ છે, માટે એમ કાંઈ તમારે ગુને માફ થવાને નથી; પણ ભૂલથી મેં ગુને કર્યો છે એમ જૂઠું બોલવાથી પ્રભુની દષ્ટિમાં વધારે અપરાધી થયા માટે તમારે જૂઠું બોલવાની પણ સજા ભોગવવી પડશે. ૩૪૭. તમે પ્રભુના કાયદાઓ તેડીને પ્રભુના સામને બંડ ઉઠાવશે તે કુદરત તરફથી દુખે ગવાય તેવી ધરતીકંપ, કેલેરા, પ્લેગ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, અગ્નિપ્રકેપ આદિ ગુપ્ત સજાઓ થયા સિવાય નહિ રહે. ૩૪૮. પિતાના પાપે છાનાં રાખવા માયાને પડદે જગત ઉપર ભલે નાંખો, પણ પ્રભુ ઉપર નાખી શકવાના નથી, ૩૪૯. સ્વાર્થની પણ હદ જોઈએ, મર્યાદા વગરને સ્વાર્થ પ્રભુને ગુનેગાર બનાવે છે.
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy