SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ બોધ સુધા : ૩૭ ક. mmmmmmmmmm ૧૧૬. અપરાધની સજા ભેગવવાને સમય આવે તે ખુશી થશે અને અપરાધી બનવાને સમય આવે તે દિલગીર થશે. ૧૧૭, ભૂતકાળની ભૂલને સંભારીને આજના સુખી દિવસને દુઃખી ન બનાવે, પણ વર્તમાન કાળે જે સુખનો દિવસ છે તેને આનંદથી ભેટીને ભાવીમાં ભૂલ ન થવા પામે તે માટે સાવ ધાન રહો. ૧૧૮. એક સાધારણ માણસની સેવા કરનાર બદલે મેળવી શકે છે. અરે ! ગાય-ભેંસ જેવા પશુની સેવા પણ નિષ્ફળ જતી નથી. બદલામાં દૂધ દહીં મળે છે, તે પછી પ્રભુની સેવાથી બદલ કેમ ન મળે ? કયારે અને શું બદલે મળશે તે માણસ જાણી શકતા નથી માટે જીવનપર્યત પ્રભુની સેવા છેડવી ન જોઈએ. ૧૧૯. ઉતાવળા ન થાઓ, ધીરજ રાખી સારું કર્યું જાઓ. તમારા માટે બધી સગવડ થઈ રહી છે. તમારી ઉચ્ચ ભાવના અને પ્રવૃત્તિ અનુસાર તમારું શુભ ભાગ્ય ઘડાઈ રહ્યું છે, અને અશુભ ભાગ્ય ક્ષીણ થઈ રહ્યું છે. સમય આવ્યે સારું ફળ મેળવશો માટે આરંભેલાં શુભ કાર્યને ફળ મળતાં સુધી છેડશો નહિ. ૧૨૦. સાચી રીતે જનતાની સાથે વર્તો, દંભથી વર્તશો તે દેખાવમાં સારા લાગશો પણ તમારે આત્મા મલિન થવાથી છેવટે તિરસ્કારનું પાત્ર બની સહુ કોઈને અળખામણા લાગશો. ૧૨૧. તમે પ્રભુના સાચા સેવક બનશો તેં, સંસાર તમારું બહુમાન કરશે તમને જનતાનું માન મેળવવા માયા–પ્રપંચ કરી બીજી ખટપટ કરવી પડશે નહિ. ૧૨૨. કેઈના માટે સારે કે નરસો અભિપ્રાય બાંધતાં
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy