SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૬ર : જ્ઞાન પ્રદીપ. વિપાક ઉદયમાં અવશ્ય આવવાવાળાં કહેવાય છે તેને પણ ક્ષપકશ્રેણીમાં વતતા મહાપુરુષે શુક્લધ્યાન દ્વારા તે નિકાચિત કર્મમાં રહેલા સ્થિતિ તથા રસનો ઘાત કરી વિપાક ઉદયની શક્તિથી હીન કરી નાખે છે, જેથી કરી તે કર્મો વિપાક ઉદયમાં ન આવતાં પ્રદેશ ઉદય થઈને ખરી પડે છે. પશ્ચાત્તાપ, પ્રાયશ્ચિત્ત અને શુકુલધ્યાનરૂપ પ્રયત્નથી કર્મ માત્રને વિપાક ઉદય ટળી શકે છે અર્થાત ટાળ્યાં ટળી શકે છે. પ્રદેશ ઉદય તે કર્મ માત્રને થવાને જ. આ પ્રદેશ ઉદય તે કેલમાં પીલી નાખેલી શેરડીના છોડ ચૂસવા જે હેય છે અને વિપાક ઉદય તે રસવાળે શેરડીને સાઠે ચૂસવા જે હોય છે. પ્રદેશ ઉદય નિરસ અને વિપાક ઉદય સરસ જાણવો અથવા ઔદયિકભાવથી, પશમિક ભાવથી અથવા ક્ષાપશમિક ભાવથી થવાવાળા જીવના પ્રયત્ન સિવાય કાંઈ પણ બની શકતું નથી. શુભાશુભને ઉદય ટાળવા માટે જીવને પ્રયત્ન અવશ્ય કરે પડે છે. પથમિક ભાવ એટલે મેહનીય કર્મનું સત્તામાં દબાઈ જવું. લાપશમિક ભાવ એટલે ઉદય થયેલાનું ક્ષય થવું અને સત્તામાં રહેલાને ઉદય ન થવો અને ઔદયિભાવ તે કર્મનું ઉદયમાં આવવું. ચાર ગતિએ અનેક પ્રકારની આકૃતિઓ વગેરે ઔદયિભાવમાં આવી જાય છે. જેમ જીવને કર્મ બાંધવામાં પ્રયત્ન કરે પડે છે, તેવી જ રીતે કર્મથી છૂટવામાં પણ પ્રયત્ન કરવો પડે છે. અને પૂર્વે બતાવેલા પ્રયત્નોથી વિપાકઉદય ટળી જઈ પ્રદેશદય થઈ શકે છે, અર્થાત ટાળ્યાં ટળી શકે છે. કેવળજ્ઞાનીઓ જે પ્રયત્નથી કમ છૂટવાનાં હોય છે, તે જાણી શકે છે અને તદનુસાર આત્માઓ પ્રયત્ન કરે છે. કેટલાક જીવે કર્મને ઉદયમાં લાવવા પ્રયત્ન કરે છે તે હું
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy