SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ સાચી સ્વાધીનતામાં જ સુખ છે.’ : ૨૯૭ : લે છે કે અમે સ્વાધીન છીએ, પણ તત્ત્વષ્ટિથી તપાસીએ તે તેઓ વધારે પરાધીન અનેલા જણાશે; કારણ કે સ્વ એટલે આત્મા અને પર એટલે જડ. આ પ્રમાણે સ્વ-પરની વ્યાખ્યા થાય છે અને આ વ્યાખ્યાને આશ્રયીને જ જેઆ જેટલે અંશે જડની ઓછી જરૂરિયાતવાળા છે તે તેટલે અંશે સ્વાધીન થયેલા હાય છે, અને જેમને સારા વણુ, ગંધ, રસ, શબ્દ અને સ્પર્શ આદિ જડની અધિક ચાહના રહે છે તેમને પરાધીનતાનો એડીમાં વધારે જકડાવુ' પડે છે. લૌકિક ઉક્તિ “પરાધીનને સુપને સુખ નહિ” જે કહેવાય છે તદનુસાર તેમને સ્વગ્નમાં પણ સુખ મળી શકતું નથી. માનવી જ્યારે એકલા અને અલ્પ પરિગ્રહવાળો હાય છે ત્યારે તે વ્યવહારિક સ્વાધીનતાનું કાંઇક સુખ અનુભવે છે, પણ જ્યારે એકથી બે અને બેથી ત્રણ એમ જનસંખ્યામાં તેમજ પરિગ્રહના પ્રમાણમાં મમતાભર્યું વધારા થાય છે ત્યારે તેના બાહ્ય સુખ તેમજ નિશ્ચિતપણાના નાશ થાય છે. માનસિક સુખને બદલે દુઃખ ઉત્પન્ન થાય છે. અજ્ઞાની આત્માઓને માટે ખાદ્યષ્ટિ જનસમુદાયે અનાવેલા–માનેલા વ્યવહારની અપેક્ષાએ એટલું તેા જરૂર કહેવુ પડશે કે આ શ્રીમંત છે. સ્ત્રી, પુત્ર, પૌત્રાદિ પરિવારવાળો છે, સર્વ વાતે સ્વાધીન છે, સુખી છે, પહેલાં એકલા હતા, રસાઇપાણીમાં પરાધીનતા ભાગવવી પડતી હતી, સારા પ્રસંગે ઘરેણાં, વસ્ત્ર પારકાં માગીને વાપરતા હતા, ભાડાનાં ઘરમાં રહેતા, હાથે વાસણ માંજતા, હાથે કપડાં ધેાંતા, ભાડાની ગાડીમાં ફરતા વિગેરે વિગેરે પરાધીનતાથી દુ:ખી હતા; પણ હાલમાં પાસે પૈસા પુષ્કળ છે, રહેવાને માટે લાખ રુપિયા ખર્ચીને મહેલ બંધાવ્યેા છે, માગ
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy