SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણાનુરાગ, .: ૨૧૫ : wwwman રુચિવાળા હોતા નથી અને એટલા જ માટે અધર્મના માર્ગે દોરવાતા નથી. સંસારમાં જેટલા જીવ મેહનીયના તીવ્ર ઉદયવાળા હોય છે તેઓ પુદગલાનંદી જડાસકત હોય છે, અને જેઓ જડાસકત હોય છે તે વિષયતૃપ્તિ માટે અવશ્ય અધમના માર્ગે ગમન કરનારા હોય છે. પાંચે ઈદ્રિયોને પ્રિય જડના ગુણધર્મના રાગી બનવું તે આસક્તિ અને તે ગુણાનુરાગ નહિ પણ વિષયાનુરાગ કહેવાય છે. જે વિષયાનુરાગી હોય છે તેઓ ધર્માનુરાગી હેતા નથી, જેથી કરીને તેઓ જ્ઞાનાદિ ગુણોનો વિકાસ કરી શકતા નથી. સંસારમાં બે ધર્મ છેઃ એક તે ચૈતન્ય ધર્મ અને બીજે જડધર્મ. જડધર્મમાં આસકત બનીને તેને મેળવવા પ્રયાસ કરવો તે અધમની પ્રવૃત્તિ કહેવાય છે અને જ્ઞાન, દર્શન, સમભાવ આદિ ચિત ધર્મના રાગી બનીને તેનો વિકાસ કરવા પ્રયાસ કરે તે ધર્મની પ્રવૃત્તિ કહેવાય છે. આત્મિક ધમને વિકાસ કરવા, વિકાસી પુરુષોના ઉપર અનુરાગ કરનારા ગુણાનુરાગી ધમી તરીકે ઓળખાય છે અને કઈ પણ ઇન્દ્રિયના વિષયની તૃપ્તિ માટે વિલાસી પુરુષોના ઉપર આસક્ત થનારા વિષયાનુરાગી અધમી તરીકે ઓળખાય છે. જે પ્રવૃત્તિ કરવાથી જ્ઞાન, દર્શન, વિષયવિરક્તપણું, સમભાવ આદિ આત્મિક ગુણોનો વિકાસ થાય તે ધાર્મિક પ્રવૃત્તિ અને એવી પ્રવૃત્તિ કરનારા ધમી અને જે પ્રવૃત્તિથી આત્મિક ગુણે ઢંકાઈ જઈને વિસમભાવ, અજ્ઞાન, વિષયાસક્તપણું, પુદ્ગલાનંદીપણું આદિ પ્રાપ્ત થાય તે અધર્મની પ્રવૃત્તિ અને એવી પ્રવૃત્તિ કરનારા અધમ કહેવાય છે. અર્થાત્ આત્મધર્મ છેડીને પરધમ સેવ તે અધમ, કારણ કે પરધમ, સેવવાથી આત્મધમ ઢંકાઈ જાય છે, માટે તેને અધમ કહેવામાં આવે છે. અને
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy