SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણાનુરાગ. : ૨૧૧ : mmmmmmmmmmmmmmmmman અણજાણપણે વિપરીત ગુણધર્મવાળી વસ્તુ ચાહનાપૂર્વક ગ્રહણ થઈ ગઈ હોય તો કંઈકે વિરૂપ પરિણામનો અનુભવ થતાંની સાથે જ મળની જેમ તે વસ્તુને ત્યાગ કરે છે કે જેને પછીથી કઈ પણ વખત સ્મરણમાં લાવતો નથી; એટલું જ નહિ પણ ઈચ્છિત ગુણ મેળવવાની ઈચ્છાથી બીજી કોઈ વ્યક્તિ તે વસ્તુને ગ્રહણ કરતી હોય તો તેને અટકાવે છે. માનવજાતિરૂપ વિભાવ-પર્યાયમાં વિચરતા આત્માઓ ગુણને ઉદ્દેશીને એકબીજા ઉપર અનુરાગવાળા થાય છે, પણ ગુણઅવગુણના વિવેકશૂન્ય ઘણાખરા જ પિતાની અત્યંતર અને બાહા બન્ને પ્રકારની સંપત્તિ ખાઈને અવગુણ મેળવે છે, અને ઉભય લેકથી ભ્રષ્ટ થઈને પિતાનું ઘણું જ અહિત કરે છે. જેઓ ગુણ-અવગુણનું અંતર જાણે છે તેઓ ગુણભાસને લઈને અનુરાગવાળા થયા હોય તો પણ અવગુણને અનુભવ થતાં તુરત વિરક્ત થઈ જાય છે, પણ અવગુણને વળગી રહી કદાગ્રહ સેવતા નથી અને એટલા માટે જ તેઓ સાચા સદગુણને અનુરાગી થઈને સદ્દગુણ મેળવી આત્માને વિકાસી બનાવી શકે છે, મેહનીયના ઉપસમભાવથી પ્રગટ થયેલા આત્મિક ગુણવાળાના કષાય-વિષય ઉપશમી જવાથી અવગુણસ્વરૂપ અધમમાં પ્રવૃત્તિ હોતી નથી. જેથી કરીને ગુણ મેળવવા આશ્રિત બનેલા જી અશુભકમથી બંધાતા નથી; પણ મેહનીયના ઉપશમ વગર નામકર્મની પુન્ય પ્રકૃતિથી તે અન્ય કર્મના ક્ષપશમથી વ્યવહારમાં ઓળખાતા કમજન્ય ગુણે જેમ કેઃ રૂ૫, સુસ્વર, યશ, સારું સંઘયણ, વિદ્વત્તા, લૌકિક સત્ય, લૌકિક પરેપકૃતિ વ. વ. પિતાના ગુણાનુરાગીને મેહની તીવ્રતાને લઈને ગુણી આત્મવિકાસી બનાવી શકતા નથી પણ કંઈક અંશે જે મેહ
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy