SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ વાચક અને શ્રોતાને સૂચના. 6 પંડિત વૈદ્ય મસાલચી, તીના એક સમાન; ઔકા ચાંદન કરે, આપ અંધેરે જાન, ’ : ૧૩૯ : કાઈ પણ પ્રકારના લખાણા તથા વક્તવ્યમાં સત્યાંશ, અસત્યાંશ તથા અગ્રાહ્યતાંશ તા અવશ્ય રહે જ છે. આ સવ એક એક વ્યક્તિગત જાણવું. સર્વ વ્યક્તિગત તે અસત્યાંશ તથા અગ્રાહ્યતાંશના અસંભવ જ રહે છે, કારણ કે ભિન્ન ભિન્ન વ્યક્તિએ ભિન્ન ભિન્ન રવભાવવાળી જ હોય છે, અને તેથી કરીને સમગ્ર લખાણ કે ભાષણમાંથી પોતપાતાના સ્વભાવાનુકૂળને ગ્રહણ કરે છે, માટે અગ્રાહ્ય તથા અસત્યાંશ રહેતા નથી, અને એક વ્યક્તિની અપેક્ષા અનુકૂળ અંશ ગ્રહણ કરતાં અવશિષ્ટ રહેલા પ્રતિકૂળ અંશ અગ્રાહ્ય તથા અસત્ય જ થઈ શકે છે, માટે કાઈ પણ લેખ અથવા ભાષણ એવું હાતુ નથી કે જે સર્વાશે એક વ્યક્તિને અનુકૂળ થઇ શકે. એક વ્યક્તિની અપેક્ષાથી લેખના તથા વકતવ્યના સર્વાશ સત્ય તથા ગ્રાહ્ય થઈ શકે છે તે તે કેવળ લેખક તથા વક્તાના અંગે જ થઇ શકે છે. લેખક તથા વક્તા પેાતાના તરફથી લખેલુ તથા મેલેલુ' સર્વાં સત્ય તથા ગ્રાહ્ય સમજે છે, અને એવી સમજણથી જ લખવામાં તથા ખેલવામાં પ્રવૃત્ત થાય છે. પૂર્વોકત નિયમ કેવળ લખાણ કે ભાષણને જ લાગુ પડતા નથી, પરન્તુ વિશ્વસ્થ સઘળી વસ્તુએ આ નિયમથી મધ્ય થયેલી છે, જેમકે વનસ્પતિગત જીવાર, આજરી, તુવેર ઈત્યાદિ અન્ન ઉત્પાદક વનસ્પતિઓમાં ગ્રાહ્ય અંશ તથા અગ્રાહ્ય અંશ રહેલા છે. મનુષ્યને માટે અન્ન ગ્રાહ્ય છે, બીજી અગ્રાહ્ય છે; પશુઓને માટે પાંદડાં આદિ ચારાની વસ્તુ ગ્રાહ્ય છે—આ જ પ્રમાણે દરેક વસ્તુઓમાં એક એક વ્યક્તિની અપેક્ષાથી ગ્રાહ્યતા તથા સત્યતા રહેલી છે. કાઈ,
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy