________________
: ૧૦૪ :
જ્ઞાન પ્રદીપ.
પોતાના આત્માનું હિત કરીને બીજાનું હિત કરવા માઠું લાગે તેવી કાયિક ને વાચિક પ્રવૃત્તિ કરનાર નિઃસ્વાર્થી હોય છે ને ઉત્તમ જીવોની પંક્તિમાં ભળવાને અધિકારી હોય છે.
પારકી વસ્તુ મેળવવામાં ડીઘણી મળે તે ડી મેળવનાર ઘણી મેળવનાર ઉપર અદેખાઈ કરે છે, પરંતુ પિતાની વસ્તુ મેળવવામાં કેઈપણને કેઈન ઉપર અદેખાઈ આવતી નથી.
પિતાની વસ્તુ સંપૂર્ણ મેળવનારાઓ બધા ય સરખા હોય છે, કેઈપણ નાને મેટે નથી.
પારકી વસ્તુથી સંસાર ભર્યો છે, માટે ઓછાવત્તા પ્રમાણમાં અને સંપૂર્ણ મેળવી શકાય છે, પણ પિતાની વસ્તુ તે પરિમિત પ્રદેશમાં રહેલી હોવાથી સંપૂર્ણ અને સરખી સઘળા જીવો મેળવી શકે છે.
લ
સુખ તથા દુઃખની શરુઆત તીવ્રપણે તથા મંદપણે થાય છે. કેટલુંક સુખ તથા દુઃખ અત્યંત તીવ્રપણે આરંભાય છે અને પછી ઉત્તરોત્તર મંદ થતું જાય છે, કેટલુંક મંદપણે આરંભાય છે અને ઉત્તરોત્તર તીવ્ર બનતું જાય છે, કેટલુંક ઉત્પત્તિથી અંત સુધી સરખું રહે છે, કેટલુંક જલદી શાન્ત થઈ જાય છે, કેટલુંક ઘણ કાળ રહેવાવાળું હોય છે.
સહુ કઈ મળવાની આશાથી જ પિતાની વસ્તુ બીજાને આપે છે.