SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારશ્રેણી. : ૯ : હર્ષ ને શેકને આધીન થશે, નિરુદ્યમી ને મિથ્યાભિમાની બનશે; માટે ભૂતને જાણીને ભૂલેલા માર્ગથી પાછા વળો અને ભવિષ્યને સુધારે. થયું તે સાચું અને થશે તે ખોટું. ભવિષ્ય સન્મુખ થઈને ચિંતાગ્રસ્ત ન બને અને નિરાશાને આમંત્રણ ન કરે. ભવિષ્યનું ચણતર ભૂતના પાયા ઉપર જ ચણાય છે. ભવિષ્ય તે ભૂતને જ વિકાર છે. ભવિષ્ય જેવી કેઈ સ્વતંત્ર વસ્તુ જ નથી. જન્મે છે તે જ મરે છે, બીજ હતું તે જ વૃક્ષ થાય છે, રાંધ્યું હતું તે જ ખવાય છે અને કર્યું હતું તે જ ભગવાય છે, માટે બતાવશે કે ભવિષ્ય શું વસ્તુ છે? ભૂતકાળની સામગ્રી ન હોય તો ભવિષ્ય કઈ વસ્તુ જ નથી. સહ કેઈ ત્યાગી જન્મે છે અને ત્યાગી મરે છે. જમ્યાં પછી મને વૃત્તિઓમાં ભેગને સ્થાન આપી જીવનનૌકાને ભેગના પ્રવાહમાં વહેતી મૂકી દે છે તે ભોગના કિનારે ભાગ્યે જ પહોંચે છે. ભોગ-જળના છીછરા પાણીમાં તૃષ્ણાની ભૂમિમાં ખેંચી રહે છે જેથી કરી ભોગ અને રોગના કિનારાથી ભ્રષ્ટ થાય છે અને અંતે વિનાશ પામે છે. કષાય તથા વિષયને જે ત્યાગે છે તે જ સાચે ત્યાગી છે કેવળ બહારને પરિગ્રહ છેડનાર સાચો ત્યાગી નથી. નવ પ્રકારના પરિગ્રહમાંથી દુર્ભાગ્યવશ જે છેને એક પણ પ્રકારને પરિગ્રહ ન મળ્યો હોય અને જે તે ત્યાગી નામ ધરાવતો હોય તે પશુઓ તથા અભાગી માણસે કેમ ન ત્યાગી કહી શકાય?
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy