SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર બાલ્યાવસ્થામાં જ પ્રવ્રજ્યા ગ્રહણ કરશે. તેમાં તમે અંતરાય કરશેા નહિ. તેઓ દીક્ષા લઈ ઘણા લોકોને પ્રતિબોધ આપશે. આટલું કહી તે અને દેવા પેાતાને સ્થાને ગયા. તે પછી થોડા જ સમયમાં ચ્યવીને જશા ભાર્યાના ઉદરમાં અવતર્યાં. આ પુરાહિત પોતાની ભાર્યાને સાથે લઈ નગરમાંથી નીકળીને પાસેના ગામડામાં જઈ ને રહ્યા. ત્યાં બ્રાહ્મણીને પ્રસવ થયા. એ બાળકો જોડલા રૂપે જન્મ્યા. આ ખાળક સમજણા થયા ત્યારથી તેમાના માતાપિતાએ તેઓ દીક્ષા ન લે માટે શિખ નવા માંડયું કે આ જે મુંડેલા માથાવાળા સાધુએ દેખાય છે તે બાળકોને લઈ જઈ તેને મારીને ખાય છે તેથી તેઓની પાસે કદાપિ જવુ' નહિ. એક વખતે તે બાળકો ગામની બહાર રમત કરતા હતા ત્યાં વિહાર કરીને થાકી ગએલા સાધુઓને આવતા જોયા. આ સાધુઓને જોઈ ભયભીત થએલા એ ખળકા ઢાડીને વડના ઝાડ પર ચઢી ગયા. એ જ વડના ઝાડ તળે પેલા સાધુએ આવીને બેઠા અને પ્રથમ લાવેલ અન્નનું ભોજન કરવા બેઠા. પેલા વડ ઉપર બેઠેલા એ બાળક ઉપરથી જુએ છે તા સ્વાભાવિક અન્નપાન જોયું તેથી તે વિચારવા લાગ્યા કે એમની પાસે માળમાસ જેવુ... તા કઈ દેખાતુ નથી. પછી ઉહાપાહ કરતાં તેમને પૂર્વભવનું સ્મરણ થઈ આવ્યું. તેથી પ્રતિબાધ પામી નીચે ઉતરી સાધુઓને વંદન કરી માતાપિતા પાસે જઇને અધ્યયનમાં કહેલા વાકય વડે મા-બાપને પ્રતિબાધ આપ્યા. એટલે તે મને પણ બાળકો સાથે દીક્ષા લેવા તૈયાર થયા. આ પુરોહિતનું ધ ૪
SR No.023501
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorAkalankvijay
PublisherAkalank Granthmala
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy